ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિક્યોરિટીમાં ફરજ બજાવતા પીએસઆઇ ઝાલાએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતાં પોલીસ બેડામાં ચકચાર મચી હતી. મૃતક પીએસઆઈ લાંબા સમયથી ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા અને મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત હતા.
ઘટનાની ગંભીરતાને જાઈને ગાંધીનગર પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
પીએસઆઈ ઝાલાની આત્મહત્યા પાછળ કૌટુંબિક કારણો અથવા અંગત પારિવારિક વિવાદ હોવાનું લાગી રહ્યુ છે. પીએસઆઈ છેલ્લા કેટલાક દિવસોથી કોઈ માનસિક તણાવ કે પારિવારિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા કે કેમ તે અંગે તેમના પરિવારજનો, નજીકના મિત્રો અને સાથી કર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.