દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફટાકડાના ઉત્પાદન અને વેચાણને લઈને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને રામોલ વિસ્તારમાં ફટાકડાના કારખાનામાં થયેલી બ્લાસ્ટની દુર્ઘટના બાદ ફટાકડાના ઉત્પાદન માટેના લાઇસન્સને લઈને પોલીસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં અગાઉ ફટાકડાના ઉત્પાદન માટે કુલ ૬ પરવાના આપવામાં આવ્યા હતા, જેમાંથી ૪ પરવાના રદ કરવામાં આવ્યા છે, જ્યારે ૨ પરવાના હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે. પરિણામે, હાલમાં અમદાવાદ શહેરમાં ફટાકડાનું ઉત્પાદન કરવા માટે કોઈ માન્ય પરવાનો ઉપલબ્ધ નથી.
આ અંગે જેસીપી ટ્રાફિક પોલીસ અશ્ર્વિન ચૌહાણે ઈ્ફ મ્રટ્ઠિંટ્ઠ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે રામોલમાં બનેલી દુર્ઘટનાને ધ્યાને રાખીને ફટાકડાના ઉત્પાદન માટેની પરવાનગી બંધ રાખવામાં આવી છે.
બીજી તરફ, ફટાકડાના વેચાણ માટે અગાઉ અમદાવાદ શહેરમાં કુલ ૧૪૫ કાયમી પરવાના આપવામાં આવ્યા હતા. તેમાંથી ૯ પરવાના રદ કરવામાં આવ્યા છે અને ૭ પરવાના મોકૂફ રાખવામાં આવ્યા છે, જેથી હાલ ૧૨૯ પરવાના બાકી રહે છે.
આ ૧૨૯ પરવાનામાંથી ૧૦૫ પરવાના રિન્યૂ કરવામાં આવ્યા છે, જ્યારે ૨૪ પરવાના સંબંધિત પ્રક્રિયા હેઠળ છે. આ પૈકી ૭ અરજીઓ અંગે ફાયર વિભાગ સહિતની સંબંધિત એજન્સીઓના અભિપ્રાય બાકી છે, જ્યારે નિયમો અનુસાર જરી બાંધકામ ન હોવાને કારણે ૧૭ લાઇસન્સધારકોને નોટિસ આપવામાં આવી છે.
પોલીસ દ્વારા આ લાઇસન્સધારકોને નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે અને નિયમભંગના કિસ્સામાં લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.
દિવાળી દરમિયાન હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરવા માટે પણ અરજીઓ મળી રહી છે. અત્યાર સુધીમાં હંગામી લાઇસન્સ માટે કુલ ૯૬ અરજીઓ મળી છે, જેમાંથી ૧૪ અરજદૃારોને મંજૂરી આપવામાં આવી છે. બાકીની અરજીઓ માટે સંબંધિત પોલીસ સ્ટેશન અને અન્ય વિભાગોના અભિપ્રાયની પ્રક્રિયા ચાલી રહી છે. આજે પણ હંગામી ફટાકડા વેચાણના લાઇસન્સ માટે વધુ ૩ અરજીઓ મળી હોવાનું જેસીપી અશ્ર્વિન ચૌહાણે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહૃાું હતું કે હંગામી લાઇસન્સ માટે ૩૦ દિવસની જોગવાઈ છે અને મંજૂરી મેળવવા ઇચ્છતા અરજદારોએ નિયમોનું પાલન કરવું જરી છે.
ફટાકડાની દુકાનો વચ્ચે ઓછામાં ઓછું ૧૫ મીટરનું અંતર જળવાય તે અંગે પણ પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અગાઉથી આપવામાં આવેલા લાઇસન્સનું નિયમ મુજબ રિન્યૂઅલ કરવામાં આવે છે, પરંતુ નવા લાઇસન્સ આપતી વખતે દુકાનો વચ્ચેનું અંતર, સુરક્ષાનાં ધોરણો અને અન્ય જરી નિયમોની ચકાસણી કરવામાં આવે છે.
દિવાળીના તહેવાર દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો ઉપરાંત લારીઓ અને અન્ય સ્થળોએ ફટાકડાનું વેચાણ થતું હોય છે. આવા સ્થળોએ ગેરકાયદૃે વેચાણ અટકાવવા માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ માન્ય લાઇસન્સ વિના ફટાકડાનું વેચાણ ન કરે તેની ખાતરી કરવામાં આવે. સાથે જ ફટાકડાની દૃુકાનોનું વારંવાર ચેિંકગ કરવા અને સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે ફટાકડાના વેચાણ માટે લાઇસન્સ મેળવવા ઇચ્છતા વેપારીઓ નિયમ મુજબ અરજી કરી શકે છે અને જરી અભિપ્રાય મળ્યા બાદ મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આમ, દિવાળી પહેલાં અમદાવાદમાં ફટાકડાના ઉત્પાદન પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે, જ્યારે વેચાણ માટેના કાયમી અને હંગામી લાઇસન્સની ચકાસણી સાથે સુરક્ષાનાં નિયમોનું પાલન કરાવવા પોલીસ દ્વારા વિશેષ દૃેખરેખ રાખવામાં આવશે.