વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ અને ૩૧ ઓક્ટોબર બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ અને ૩૧ ઓક્ટોબરે બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ ભીલડીમાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ કેવડિયામાં એકતા પ્રકાશ પર્વમાં હાજરી આપશે અને ૩૧ ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

વડાપ્રધાન ભીલડી ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે તેઓ જાહેર સભાને સંબોધન પણ કરશે. પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ગાંધીનગર રાજભવનમાં રાજ્યના આગેવાનો સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન કેવડિયા ખાતે યોજાનારા એકતા પ્રકાશ પર્વમાં હાજરી આપશે. નર્મદા ઘાટ પર તેઓ નર્મદા આરતીમાં પણ ભાગ લેશે.

૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન ૩૧ ઓક્ટોબરે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે