
ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સોમનાથ મંદિર આસપાસના ચોક્કસ વિસ્તારોમાં માંસાહારી ખાદ્યપદાર્થોના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકતા રાજ્ય સરકારના જાહેરનામાને હાઈકોર્ટે રદ કરી દીધું છે. સોમનાથના છ નોનવેજ રેસ્ટોરન્ટના માલિકોએ આ જાહેરનામાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી. સિંગલ જજે આજે આ અરજી પર ચુકાદો આપતાં સરકારના જાહેરનામાને રદ કરવાનો આદેશ આપ્યો હતો.
રાજ્ય સરકારે ઓગસ્ટ મહિનામાં જાહેરનામું બહાર પાડીને સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારો સહિત કુલ છ નિર્ધારિત વિસ્તારોમાં માંસાહારી ખાદ્યપદાર્થોના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણય યાત્રાળુઓની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.
આ જાહેરનામા હેઠળ સોમનાથ મંદિરની ૫૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારો પણ આવરી લેવામાં આવ્યા હતા. આ નિર્ણયથી આ વિસ્તારોમાં નોનવેજ રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીઓને અસર થઈ હતી. ત્યારબાદ છ રેસ્ટોરન્ટના માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને સરકારી નિર્ણયને પડકાર્યો હતો.
અરજદારો તરફથી દલીલ કરવામાં આવી હતી કે સોમનાથ નોનવેજ પ્રતિબંધના કારણે તેમના વ્યવસાય અને આજીવિકા પર સીધી અસર થઈ રહી છે. અરજદારના વકીલ અસરાર મન્સૂરીએ દલીલ કરી હતી કે નોનવેજ ખાદ્યપદાર્થોના વેચાણ પર આ પ્રકારનો પ્રતિબંધ બંધારણના અનુચ્છેદ ૧૯(૧) હેઠળ મળેલા વ્યવસાયના અધિકાર સાથે સંબંધિત પ્રશ્ન ઊભો કરે છે.અરજદાર પક્ષે એવી રજૂઆત પણ કરી હતી કે કોઈ વ્યÂક્તને યોગ્ય અને વાજબી કારણ વગર તેનો વ્યવસાય અથવા આજીવિકા મેળવવાથી રોકી શકાય નહીં. રેસ્ટોરન્ટ માલિકોનું કહેવું હતું કે સરકારી નિર્ણયના કારણે તેમને પોતાના વ્યવસાયને અસર પહોંચી છે.
સોમનાથ રેસ્ટોરેન્ટ કેસમાં અરજદારોએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે સત્તાવાળાઓ દ્વારા તેમને તેમની હોટેલો અને રેસ્ટોરન્ટ બંધ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. સાથે જ અધિકારીઓ દ્વારા સતત હેરાન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારોની દુકાનો અને રેસ્ટોરન્ટ સોમનાથ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા છે. સરકારના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી પસાર થતા યાત્રાળુઓને નોનવેજ ખાદ્યપદાર્થો જાવા મળે છે, જેના કારણે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.અરજદારોના જણાવ્યા મુજબ ૭ ઓક્ટોબરે સોમનાથ હાઇકોર્ટ કેસની હાઈકોર્ટમાં પહેલી સુનાવણી થઈ હતી. તે જ દિવસે મામલતદારે છ અરજદારોને પોલીસ ચોકીમાં બોલાવીને એક કબૂલાતનામા પર સહી કરાવી હતી.આ કબૂલાતનામામાં ભવિષ્યમાં નોનવેજ ખાદ્યપદાર્થો નહીં વેચવાની અને માત્ર શાકાહારી વસ્તુઓનો વેપાર કરવાની વાત હોવાનું અરજદારોએ જણાવ્યું હતું. આ મામલે હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે જ્યારે કેસની હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, ત્યારે તે જ દિવસે મામલતદારે રેસ્ટોરન્ટ માલિકોની સહીઓ શા માટે લીધી? માં કોર્ટનો આ સવાલ પણ સમગ્ર મામલામાં મહત્વપૂર્ણ બન્યો હતો. સિંગલ જજ દ્વારા સરકારનું જાહેરનામું રદ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર તરફથી આ આદેશ સામે અપીલમાં જવા માટે સમય માંગવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ સ્ટે માટે સરકારે પહેલા સાત દિવસનો સ્ટે માંગ્યો હતો. જાકે, કોર્ટે આ માંગણી સ્વીકારી નહોતી