
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ફટાકડાના બજારમાં અત્યારથી જ તેજી જાવા મળી રહી છે. અમદાવાદના વાંચ ગામમાં ફટાકડા બનાવવાની કામગીરી પૂરજાશમાં શરૂ થઈ ગઈ છે. જાકે, ગત વર્ષે રામોલની ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી આગની દુર્ઘટના બાદ આ વખતે તંત્રએ સુરક્ષાને લઈને કડક વલણ અપનાવ્યું છે. અગાઉ ૪૮ ફેક્ટરીની સામે આ વર્ષે માત્ર ૨૦ યુનિટને જ મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ કાચા માલના ભાવમાં વધારાને પગલે ફટાકડા પણ ૨૦થી ૨૫ ટકા મોંઘા થયા છે.દિવાળીના પર્વને લઈને ફટાકડા બનાવવાની કામગીરીએ જાર પકડ્યું છે. અમદાવાદના વાંચ ગામમાં ફટાકડાની ફેક્ટરીઓમાં કારીગરો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. કોઠી, મિર્ચી, ૫૫૫ અને બટરફ્લાય જેવા વિવિધ પ્રકારના ફટાકડા તૈયાર કરવામાં આવી રહ્યા છે
ગત વર્ષે રામોલની ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના બાદ આ વર્ષે તંત્રએ સુરક્ષાને લઈને સખત વલણ અપનાવ્યું છે. વાંચ ગામમાં અગાઉ ૪૮ ફેક્ટરી કાર્યરત હતી, જેની સામે આ વર્ષે માત્ર ૨૦ યુનિટને જ ફટાકડા બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ફાયર અને સેફ્ટીના નિયમોનું પાલન કરનારા એકમોને જ મંજૂરી મળી છે
આ વખતે સુરક્ષાના નિયમોમાં પણ કડકાઈ કરવામાં આવી છે. સેલ્સ રૂમ, મિÂક્સંગ રૂમ અને મેન્યુફેક્ચરિંગ રૂમ વચ્ચે ઓછામાં ઓછું ૧૫૦ ફૂટનું અંતર રાખવું ફરજિયાત છે. આ ઉપત ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એક્સ્ટંગ્વશરની વ્યવસ્થા પણ ફરજિયાત કરવામાં આવી છે એક તરફ ફટાકડાના ઉત્પાદનની કામગીરી તેજ બની છે. તો બીજી તરફ આ વર્ષે ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર પડશે. કારણ કે ફટાકડાના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો છે.
પેપર, માટી, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર જેવા કાચા માલના ભાવ વધતા ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે આ મામલે દસક્રોઈના પ્રાંત અધિકારી એમ.બી. દેસાઈ સાથે ઢઈઈ ૨૪ કલાકે વિશેષ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે આ વખતે ઁઈર્જીં દ્વારા બનાવવામાં આવેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવ્યું છે.
તેમના વિસ્તારમાં પણ માત્ર ૨૦ યુનિટને જ મંજૂરી આપવામાં આવી છે. ફાયર સેફ્ટી અને કામદારોની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નિયમોનું પાલન ન કરનારા ૧૯ જેટલા એકમોએ સ્વૈચ્છિક રીતે ડિમોલિશન કર્યું છે આમ, દિવાળીને લઈને ફટાકડાના ઉત્પાદનની કામગીરી તેજ બની છે.
પરંતુ આ વખતે તંત્રએ સુરક્ષાના નિયમોમાં કોઈ બાંધછોડ કરી નથી. ૪૮માંથી માત્ર ૨૦ યુનિટને મંજૂરી આપીને તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફટાકડાના વેપાર કરતાં લોકોની સુરક્ષા વધુ મહત્વની છે.