
પંચમહાલ જિલ્લાના ગોધરામાં ભાગોળ બ્રિજ નીચે ટ્રેનની અડફેટે અંદાજે 40 વર્ષના અજાણ્યા પુરુષનું મોત થયું. રેલવે પોલીસે મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, ભાગોળ બ્રિજ નીચેના ડાઉન ટ્રેક પરથી પસાર થતી ટ્રેનની અડફેટે આ પુરુષ આવી ગયો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું.ઘટનાની જાણ થતાં રેલવે પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી કરી હતી.
હાલમાં પોલીસ મૃતકની ઓળખ મેળવવા અને તેના વાલી-વારસોને શોધવા પ્રયાસ કરી રહી છે. મોત અકસ્માતે થયું કે તેની પાછળ બીજું કોઈ કારણ છે, તે જાણવા પણ તપાસ ચાલી રહી છે.