
અમદાવાદ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસની ઇલેક્ટ્રક બસોના સંચાલનને વધુ સરળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના ૬ બસ ટર્મિનસ પર રૂ. ૪.૮૭ કરોડના ખર્ચે ઓપોર્ચ્યુનિટી ચા‹જગ સ્ટેશન બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં પાલડી, વાસણા, વાડજ, રિટ્ઝ હોટેલ, લાલ દરવાજા અને સારંગપુર ટર્મિનસની પસંદગી કરવામાં આવી છે. આ તમામ સ્થળોએ ચા‹જગની સુવિધા ઊભી થતાં ઇલેક્ટ્રક બસોના સંચાલનમાં સરળતા આવશે.
હાલમાં ઇલેક્ટ્રિક બસોને ચા‹જગ માટે અલગ સ્થળે લઈ જવાની જરૂર પડતી હોય છે. જાકે, નવા ચા‹જગ સ્ટેશન બન્યા બાદ બસોને ચા‹જગ માટે લાંબા અંતરે લઈ જવાની જરૂરિયાત ઘટી શકે છે. બસો પોતાના રૂટ પર દોડતી હોય ત્યારે ટર્મિનસ પર મળતા વિરામ દરમિયાન ચા‹જગ કરી શકાશે. તેનાથી બસોના સંચાલનમાં સમયની બચત થવાની સાથે મુસાફરોને મળતી સેવામાં પણ સુધારો થવાની શકયતા છે. આગામી સમયમાં શહેરમાં ઈ;એકત્રીક બસોની સંખ્યા વધારવામાં પણ આ સુવિધા મદદરૂપ બની શકે છે.
ચા‹જગ સ્ટેશન માટે વીજળીનું કનેક્શન એએમટીએસ દ્વારા લેવામાં આવશે. ત્યારબાદ એચએલટી પેનલ મારફતે વીજ પુરવઠાની જરૂરી વ્યવસ્થા કરીને ચાર્જિંગ સ્ટેશન લગાવવાની કામગીરી બસ ઓપરેટરે કરવાની રહેશે. ચા‹જગ માટે વપરાતી વીજળીના પ્રતિ યુનિટ દીઠ રૂ. ૮ વસૂલવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ચા‹જગ સ્ટેશનનો ઉપયોગ માત્ર એએમટીએસ અને બીઆરટીએસની બસો પૂરતો મર્યાદિત નહીં રહે. એસટી અને અન્ય ખાનગી બસ ઓપરેટર્સ પણ આ સુવિધાનો લાભ લઈ શકશે. આમ, શહેરમાં જાહેર પરિવહન સાથે જાડાયેલા વિવિધ બસ સંચાલકો માટે ચા‹જગની સુવિધા ઉપલબ્ધ બનશે.
શહેરમાં ઇલેÂક્ટ્રક બસોનું સંચાલન વધારવા માટે ચા‹જગની સુવિધા ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને બસ ટર્મિનસ પર જ ચા‹જગની વ્યવસ્થા ઉપલબ્ધ થવાથી બસોને વારંવાર ચા‹જગ ડેપો સુધી લઈ જવાની જરૂરિયાત ઓછી થઈ શકે છે. આ ઉપરાંત બસોના રૂટ અને સમયપત્રક મુજબ ચા‹જગનું આયોજન કરવામાં પણ સરળતા રહેશે. ટર્મિનસ પર બસો ઊભી રહે તે સમયનો ઉપયોગ ચા‹જગ માટે કરી શકાશે. પરિણામે બસો વધુ સમય મુસાફરોની સેવામાં ઉપલબ્ધ રહે તેવી શક્યતા છે.
અમદાવાદમાં જાહેર પરિવહનને વધુ પર્યાવરણલક્ષી બનાવવાની દિશામાં આ નિર્ણય મહત્વનો સાબિત થઈ શકે છે. ઇલેક્ટ્રિક બસોની સંખ્યા વધવાની સાથે ચાર્જિંગ સ્ટેશનની જરૂરિયાત પણ વધશે. આવી સ્થિતિમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ હોવાથી બસ ઓપરેટર્સને સંચાલનમાં સરળતા રહેશે. સાથે જ ડીઝલ આધારિત બસોની સરખામણીએ ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. જાકે, આ તમામ લાભ ચા‹જગ સ્ટેશન કાર્યરત થયા બાદ તેના ઉપયોગ અને સંચાલન પર આધારિત રહેશે.