બ્રાઝિલની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હારેલા ઉમેદવાર દેશ છોડીને પોતાના પરિવાર સાથે મિયામી પહોંચ્યા

લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા બ્રાઝિલની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. ૮૦ વર્ષીય લુલાએ રાષ્ટ્રપતિ તરીકે ચોથી મુદત મેળવી છે. રાષ્ટપતિના ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારોને હારનો સામનો કરવો પડ્યો છે. બોલ્સોનારો તેમની પત્ની અને પુત્રીઓ સાથે દેશ છોડી ગયા છે. તેઓ પોતાના પરિવાર સાથે મિયામી પહોંચ્યા હતા. તેમણે રાષ્ટÙપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે ચૂંટણીમાં હાર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.આર્જેન્ટીનાના અધિકારીઓ અને ફ્લાઇટ ડેટા અનુસાર, ૪૫ વર્ષીય સેનેટર મંગળવારે તેમની પત્ની અને બે પુત્રીઓ સાથે આર્જેન્ટીના ગયા, પછી ઇક્વાડોર ગયા અને પછી મિયામી ગયા. યુએસ રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી ફ્લાવિયો બોલ્સોનારોએ મે મહિનામાં વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી.

ટ્રમ્પ વહીવટીતંત્રે આ અઠવાડિયે તેમના અને તેમના પરિવાર માટે યુએસ વિઝા મંજૂર કર્યા. ફ્લાવિયોના પિતા, જેયર બોલ્સોનારો પણ ૨૦૨૨ ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લુલા સામે હાર્યા બાદ ફ્લોરિડા ગયા. જાકે, તેઓ ત્રણ મહિના પછી બ્રાઝિલ પાછા ફર્યા.

બ્રાઝિલની સુપ્રીમ કોર્ટ દ્વારા ફ્લાવિયો બોલ્સોનારોની તપાસ ચાલી રહી છે. તેમના પર ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને કરચોરીના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્ટે તેમને મંગળવાર બપોર સુધીમાં તેમના સામાન્ય અને રાજદ્વારી પાસપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો હતો. જા કે, તેમણે આદેશનું પાલન કર્યું કે નહીં તે સ્પષ્ટ થયું નથી. તેમના સહાયકોએ મંગળવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે તેમની પાસે ઇટાલિયન પાસપોર્ટ પણ છે.બ્રાઝિલની રાષ્ટÙપતિની ચૂંટણી ખૂબ જ નજીકની સ્પર્ધા હતી, પરંતુ અંતિમ પરિણામોમાં વર્તમાન રાષ્ટÙપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા વિજયી બન્યા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ યોજાયેલી બીજા રાઉન્ડની ચૂંટણીમાં, લુલાને ૫૧.૭૯ ટકા મત મળ્યા, જ્યારે તેમના હરીફ ફ્લાવિયો બોલ્સોનારોને ૪૮.૨૧ ટકા મત મળ્યા. લુલાએ લગભગ ૪.૪ મિલિયન મતોના માર્જિનથી રાષ્ટÙપતિ પદ જાળવી રાખ્યું.