શેરબજારમાં આજે જારદાર તેજી જાવા મળી,સેન્સેક્સ ૧.૨૪ ટકાના જંગી વધારો

બીએસઈ સેન્સેક્સ ૭૪,૧૫૧.૦૪ પોઈન્ટ પર બંધ થયો, જે ૯૦૫.૦૧ પોઈન્ટ (૧.૨૪ ટકા)નો જંગી વધારો હતો. દરમિયાન, એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૨૩૭.૯૦ પોઈન્ટ (૧.૦૫ ટકા)ના વધારા સાથે ૨૨,૯૩૬.૭૫ પોઈન્ટ પર બંધ થયો. એ નોંધવું જાઈએ કે બુધવારે, બજાર ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયું હતું.

આજે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૬ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીની ચાર કંપનીઓ લાલ નિશાનમાં બંધ થયા. બીજી તરફ, નિફ્ટી ૫૦ કંપનીઓમાંથી ૩૯ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીની ૧૧ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા.

સેન્સેક્સ કંપનીઓમાં, અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્‌સ અને સેઝ આજે સૌથી વધુ ૫.૧૭ ટકાના વધારા સાથે બંધ થયા. દરમિયાન, ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટના શેર આજે સૌથી વધુ ૧.૪૪ ટકાના ઘટાડા સાથે બંધ થયા.

કોટક મહિન્દ્રા બેંક અને પાવર ગ્રીડના શેરમાં ઉછાળો જાવા મળ્યો. સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, કોટક મહિન્દ્રા બેંક ૩.૮૬ ટકા, પાવર ગ્રીડ ૩.૭૦ ટકા, એટરનલ ૩.૪૬ ટકા, બજાજ ફાઇનાન્સ ૨.૫૬ ટકા, એસબીઆઇ ૨.૪૩ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૨.૪૩ ટકા, ટાઇટન ૨.૪૦ ટકા,એનટીપીસી ૨.૩૨ ટકા,બીઇએલ ૨.૨૭ ટકા, ઇન્ફોસિસ ૧.૮૧ ટકા,આઇટીસી ૧.૮૦ ટકા, ભારતી એરટેલ ૧.૨૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૦૫ ટકા,એલએન્ડટી ૦.૯૮ ટકા,ટીસીએસ ૦.૯૨ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૮૮ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૮૩ ટકા, ૐઝ્રન્ ટેક ૦.૮૨ ટકા, બજાજ ફિનસર્વ ૦.૭૫ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૦.૬૦ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૫૨ ટકા, એÂક્સસ બેંક ૦.૫૦ ટકા અને સન ફાર્માના શેર વધ્યા હતા. મારુતિ સુઝુકીના શેર ૦.૨૮ ટકા, ટાટા સ્ટીલ ૦.૨૧ ટકા અને ઈન્ડગો ૦.૧૯ ટકાના વધારા સાથે બંધ થયા.

બીજી તરફ, ગુરુવારે મારુતિ સુઝુકીના શેર ૧.૦૦ ટકા, ટેક મહિન્દ્રા ૦.૨૦ ટકા અને એચડીએફસી બેંકના શેર ૦.૧૩ ટકાના ઘટાડા સાથે બંધ થયા.