અમરેલીમાં સિંચાઈ વિભાગની કચેરીમાં એસીબીની ટ્રેપ, લાંચ સ્વીકારતા બે કર્મચારી પકડાયા

અમરેલીમાં સિંચાઈ વિભાગના બે કર્મચારી લાંચ લેતા ઝડપાયાની ઘટના સામે આવી છે. એસીબીએ રૂ. ૫૧ હજારની લાંચ લેતા બંને કર્મચારીઓને રંગેહાથ ઝડપી લીધા છે.

બાકી બિલ અને મટિરિયલ ટેસ્ટીંગના કામ માટે લાંચ માગવામાં આવી હોવાનું જણાવાયું છે. ઇરિગેશન કચેરીના જુનિયર ક્લાર્ક રાકેશ ભટ્ટ દ્વારા લાંચની માગણી કરવામાં આવી હોવાનો આરોપ છે. લાંચની રકમ પટ્ટાવાળા જયદીપ હરિયાણીએ સ્વીકારી હતી. આમ બંને કર્મચારીઓ ACB છટકામાં સપડાયા હતા.

બહુમાળી ભવનના ત્રીજા માળે આવેલી કચેરીમાં એસીબીની ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન લાંચની રકમ સ્વીકારતા બંને ઝડપાયા હતા પીઆઇ ડી.બી. ડાભી અને તેમની ટીમે બંને આરોપીઓને પકડી લીધા છે. એસીબી દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જણાવાયું છે.

સરકારી કચેરીમાં લાંચ માગવાની ઘટના અંગે ACB કાર્યવાહી કરી છે. ઇરિગેશન કચેરીના કર્મચારીઓ સામે લાંચનો કેસ નોંધાયો છે.