દસક્રોઈ તાલુકા ખરીદ- વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપનો દબદબો, ૧૫ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના તાલુકા સહકારી ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. દસક્રોઈ તાલુકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ સાથે મેદાનમાં ઉતરેલા મંડળી વિભાગના ૧૨ અને વ્યક્તિગત વિભાગના ૩ મળી કુલ ૧૫ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

આ ચૂંટણીની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે બિનહરીફ ચૂંટાયેલા કુલ ૧૫ સભ્યોમાંથી સૌથી વધુ ૧૨ ઉમેદવારો પટેલ સમાજના છે. આના પગલે સહકારી ક્ષેત્રે પાટીદાર સમાજનું પરંપરાગત પ્રભુત્વ ફરી એકવાર ઉજાગર થયું છે. આ ભવ્ય સફળતાથી પક્ષના સંગઠનમાં ભારે ઉત્સાહનો માહોલ જાવા મળી રહ્યો છે. જે અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા તથા દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની સક્રિયતાને કારણે સાકાર બન્યો છે.

જાકે, ભાજપે જીત માટેની રણનીતિ મુજબ પક્ષ દ્વારા જે ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યું હતું, તેમની સામે અન્ય કોઈ દાવદારી ન રહેતા સમગ્ર પેનલ સમરસ જાહેર થઈ છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ૧૨ પટેલ ઉમેદવારોની બિનહરીફ વરણી એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની આંતરિક એકતા, સામાજિક સમીકરણો પર મજબૂત પકડ અને પક્ષના મોવડીમંડળના નેતૃત્વ પ્રત્યે સહકારી ક્ષેત્રના મતદારોના વિશ્વાસનું જીવંત પ્રતીક છે. આ જીતથી આગામી સમયમાં તાલુકાના સહકારી માળખામાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.