સરકારી કર્મચારીઓ માટે દિવાળી ભેટની જાહેરાત, હવે તેમને ૬૩% મોંઘવારી ભથ્થું મળશે

કેન્દ્ર સરકારે બુધવારે તેના તમામ કર્મચારીઓ માટે દિવાળી ભેટની જાહેરાત કરી, જેમાં મોંઘવારી ભથ્થા (ડીએ)માં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી. સરકારે કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી. આ તાજેતરના વધારા પછી, કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે ૬૩ ટકા મોંઘવારી ભથ્થું મળશે. સરકારે કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ૪૮ લાખ કર્મચારીઓ અને ૬૮ લાખ પેન્શનરોને ફાયદો થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. કેબિનેટે પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા ાં ૩ ટકાનો વધારો કરવાનો પણ નિર્ણય લીધો. હાલમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૬૦ ટકા મોંઘવારી ભથ્થું મળે છે, જ્યારે પેન્શનરોને ૬૦ ટકા મોંઘવારી રાહત મળે છે. સરકારના નિર્ણયોની જાહેરાત કરતા, કેન્દ્રીય મંત્રી અÂશ્વની વૈષ્ણવે જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના નવા દર ૧ જુલાઈ, ૨૦૨૬ થી અમલમાં આવશે.

અÂશ્વની વૈષ્ણવે સમજાવ્યું કે કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં આ તાજેતરનો વધારો ૭મા પગાર પંચની ભલામણોના આધારે મંજૂર ફોર્મ્યુલા અનુસાર છે. આ સરકારી નિર્ણય બાદ, સરકારી કર્મચારીઓને વધેલો પગાર મળશે. આમાં જુલાઈથી અત્યાર સુધીના બાકી પગારનો સમાવેશ થશે. આનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીઓને આ વખતે નોંધપાત્ર રકમ મળશે. અગાઉ, એપ્રિલ ૨૦૨૬ માં ભથ્થામાં ૨ ટકા અને ઓક્ટોબર ૨૦૨૫ માં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

એ નોંધવું જાઈએ કે સરકારે અગાઉ આ વર્ષે એપ્રિલમાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ૨ ટકાનો વધારો કર્યો હતો. એપ્રિલમાં થયેલા વધારા પછી, કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે મોંઘવારી રાહત ૫૮ ટકાથી વધીને ૬૦ ટકા થઈ ગઈ. એપ્રિલ ૨૦૨૬ પહેલા, સરકારે ઓક્ટોબર ૨૦૨૫ માં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ૩ ટકાનો વધારો કર્યો હતો.