
ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ભાજપ એ બેઠકો પર વિચાર-મંથન કરશે
જ્યાં સમાજવાદી પાર્ટી જીતી હતી. મૌર્યએ કહ્યું કે પાર્ટી એવી બેઠકો પર પણ જીતી છે જ્યાં સપાએ ખાતું ખોલવું જાઈતું ન હતું.કેશવ મૌર્યએ કહ્યું કે ભાજપ ચૂંટણીમાં વધુ બેઠકો ઇચ્છતી હતી, પરંતુ પાર્ટી જાહેર જનાદેશનો આદર કરે છે. તેમણે કહ્યું, “જા ગોટાળા થયા હોત, તો સપા પોતાનું ખાતું ખોલી શક્યું ન હોત.” તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી જીતશે.