
અમદાવાદ શહેરના વટવા પોલીસે એસ.પી. રિંગરોડ પર રોપડા ચેકપોસ્ટ પાસેથી ઓડિશાથી જૂનાગઢ તરફ ટ્રાવેલ્સ બસ મારફતે હેરફેર થઈ રહેલો અંદાજે ૪,૯૬,૦૦૦ ની કિંમતનો ૯.૯૨૦ કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કેસમાં મહિલા સહિત બે કેરિયર્સની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
વટવા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે, એક †ી અને પુરુષ પ્લાÂસ્ટકની થેલીઓમાં કપડાંની આડમાં પ્રતિબંધિત માદક પદાર્થ લઈને વટવા રિંગરોડ રોપડા ચાર રસ્તા પાસેથી પસાર થવાના છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા કરીમશા મહેબુબશા રફાઈ અને રિજવાનાબાનું આમદભાઈ સેહતા (બંને રહે. જૂનાગઢ)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસે રહેલી પ્લાસ્ટીકની ત્રણ થેલીઓની તલાશી લેતા તેમાંથી ૬ અલગ-અલગ પાર્સલમાંથી કુલ ૯ કિલો ૯૨૦ ગ્રામ ગાંજા મળી આવ્યો હતો.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલી મહિલા રિજવાનાના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસતાં અને આર્થિક તંગી સર્જાતા તે આ ગેરકાયદે નેટવર્કમાં જાડાઈ હતી. અગાઉ પણ તે જૂનાગઢના આદિલ સૈયદ અને વેરાવળના ફૈજાન મેમણના કહેવાથી ૪ થી ૫ વખત ઓડિશાથી ગાંજા લાવી ચૂકી છે.
આ કેસના માસ્ટરમાઇન્ડ આદિલ અને ફૈજાને આ ફેરા માટે રિજવાનાને ૧ લાખ રોકડા આપ્યા હતા, જેમાંથી તેણે ?૯૦,૦૦૦ ઓડિશાના બેરામલ ગામે રહેતા રબીદાસ નામના શખ્સને માલની કિંમત પેટે ચૂકવ્યા હતા અને બાકીના નાણાં ખર્ચ માટે રાખ્યા હતા. આ માલ સલામત રીતે જૂનાગઢ પહોંચાડવા બદલ રિજવાનાને ટ્રિપના ૨૦,૦૦૦ મળવાના હતા. આ કામમાં સાથ આપવા માટે તેણે સાથી આરોપી કરીમશાને રોજના ૧,૦૦૦ ભાડા કે મજૂરી પેટે આપવાની લાલચ આપી સાથે રાખ્યો હતો.
આ બંને આરોપીઓ ટ્રેન મારફતે ઓડિશા ગયા હતા અને ત્યાંથી નાગપુર રોકાઈને ખાનગી ટ્રાવેલ્સ બસ દ્વારા અમદાવાદ થઈને જૂનાગઢ માલ પહોંચાડવાના ફિરાકમાં હતા. વટવા પોલીસે આ મામલે ડ્રગ્સ મંગાવનાર આદિલ સૈયદ અને ફૈજાન મેમણ તેમજ ઓડિશાના સપ્લાયર રબીદાસ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે.