
23થી તબક્કાવાર વિરોધ, 26મીએ સંપૂર્ણ કામગીરી બંધ અને 28મીથી ગાંધીનગરમાં અનિશ્ચિત હડતાળની ચીમકી
મહિસાગર પોતાની વિવિધ પડતર માંગણીઓના નિરાકરણ માટે મહિસાગર જિલ્લા યુનિટ દ્વારા આજે આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તબક્કાવાર વિરોધ પ્રદર્શન સાથે હડતાળ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે આંદોલનના કાર્યક્રમ મુજબ, 23 ઓક્ટોબરે ગ્રુપમાંથી લેફ્ટ થવાની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ 24 અને 25 ઓક્ટોબરે જાહેર રજાના દિવસો હોવાથી પેન ડાઉન કાર્યક્રમ રહેશે. 26 ઓક્ટોબરે સંપૂર્ણ કામગીરી બંધ રાખવામાં આવશે,જ્યારે 27 ઓક્ટોબરે માસ સીએલ (Mass CL) પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત,28 ઓક્ટોબરથી ગાંધીનગર ખાતે જઈને ગાંધીચિંધ્યા માર્ગે હડતાળ શરૂ કરવામાં આવશે. જ્યાં સુધી પડતર માંગણીઓનો સ્વીકાર કરી તેનો ઉકેલ લાવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે.મહિસાગર જિલ્લા યુનિટ દ્વારા આવેદનપત્ર સાથે શરૂ કરાયેલું આ આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. હવે સંબંધિત તંત્ર દ્વારા આ માંગણીઓ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.