શરદ પૂનમની રાત્રી એ ઈંદોર હાઇવે ઉપર આવેલ નગર પાલિકા પાર્ટી પ્લોટ ખાતે રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં દાહોદ ના ડેપ્યુટી કલેક્ટર રાવલ, માજી નગર પાલિકા પ્રમુખ, સાથે તમામ પત્રકાર મિત્રો ગામના મોટા વેપારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા અને સરદ પૂનમના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તમામ ગરબા રસિયાઓ મન મૂકી રાસ ગરબા રમ્યા હતા. બીજી તરફ દાહોદ શહેરની એક સંસ્થા દ્વારા શહેરને ગંદકી દૂર કરવા અને દાહોદ સરસ સ્વચ્છ લાગે તેવી તેમનું ગ્રુપ પોતાના વેપાર ઘંઘા માંથી ફ્રી થયા બાદ શહેર ને સારૂ અને સ્વચ્છ લાગે તેના માટે મહેનત કરી રહ્યા છે.