આગામી દિવાળીના તહેવારને ધ્યાને રાખી ઝાલોદ સબ ડિવિઝન વિસ્તારમાં ફટાકડાના વેચાણ અને સંગ્રહ માટે હંગામી લાયસન્સ મેળવવા બાબતે નાયબ કલેક્ટર અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ઝાલોદ, ગોવિંદગુરૂ લીમડી, ફતેપુરા, સુખસર અને સંજેલી તાલુકાના નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારના વેપારીઓએ નિયત નમૂનાના ફોર્મ (અઊ-૫)માં ત્રણ નકલમાં જરૂરી દસ્તાવેજો સાથે કચેરી સમય દરમિયાન રૂબરૂ અરજી કરવાની રહેશે.
મુખ્ય વિગતો :
અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૦/૧૦/૨૦૨૬ (રૂબરૂ અરજી જ ગ્રાહ્ય રહેશે, ટપાલ કે સમયમર્યાદા બાદ આવેલી અરજી રદ ગણાશે).
જરૂરી દસ્તાવેજો: નિયત ફોર્મ, ૩ ફોટા, ઓળખનો પુરાવો, રૂ. ૫૦ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું, નગરપાલિકા/પંચાયતનું ગઘઈ, જગ્યાના પુરાવા/નકશો તથા ફાયર ગઘઈ (જો હોય તો).
ગેરકાયદેસર કે વિના પરવાનગી ફટાકડાનું વેચાણ કરનાર સામે એક્સપ્લોઝીવ એક્ટ, ૧૮૮૪ અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ હેઠળ સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તમામ લાયસન્સ ધારકોએ માનનીય સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. વધુ વિગત માટે ઝાલોદ પ્રાંત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.