ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ગોપનીયતા, ગોૈવર અને સુરક્ષા માટે તાજેતરમાં એક મહત્વનો પરીપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરીપત્ર મુજબ આચાર્યની પુર્વ પરવાનગી વિના શાળાઓમાં બિનઅધિકૃત પ્રવેશ, ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કે માહિતી એકત્રિત કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અખીલ ભારતીય રાષ્ટ્રિય શેૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા સરકારના આ નિર્ણયને આવકારી અભિનંદન પાઠવ્યા છે. પરંતુ આ પરીપત્રના વિરોધમાં મીડિયા ચેનલ પર યુવરાજસિંહ જાડેજા દ્વારા રાજયની શાળાઓમાં આચાર્યો અને શિક્ષકો માટે અત્યંત અશોભનીય, અપમાનજનક અને હલકી કક્ષાના શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યા હોવાનો મહાસંઘે આક્ષેપ કર્યો છે. રાષ્ટ્ર અને સમાજના ધડતરમાં જે ગુજનોનુ મહત્વનુ યોગદાન છે તેમના માટે આવા શબ્દો વપરાતા શિક્ષક આલમમાં લાગણીની ઠેસ પહોંચી છે. મહાસંઘે આ નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી તેનો વિરોધ નોંધાવ્યો છે. મહાસંઘના પંચમહાલના આગેવાન દ્વારા માંગ કરાઈ છે કે, શિક્ષકો અને આચાર્યોના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે તેવા શબ્દ પ્રયોગો શૈક્ષણિક મહાસંઘ કયારેય ચલાવી લેશે નહિ, શિક્ષકો સામે આવા અપમાનજનક શબ્દો વાપરનાર યુવરાજસિંહ જાડેજા જાહેર મીડિયા સમક્ષ શિક્ષક સમાજની માફી માંગે અને પોતાનુ નિવેદન તુરંત પરત ખેંચે તેવી માંગ કરી છે.