સર્વોદય યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે સી એજ્યુકેશન વેજલપુર દ્વારા રમણ સુર્યા હોલ માં ૨૮ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો

કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ કાકણ ફળિયામાં આવેલ રમણ સુર્યા હોલમાં સર્વોદય યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે.સી.એજ્યુકેશન કોમ્પ્યુટર સેન્ટર દ્વારા ૨૮ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૨૮ વિદ્યાર્થીઓ નું જાહેર મંચ ઉપર સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓને વિવિધ સંગઠનો દ્વારા બેગ મુમેન્ટ અને સન્માન પત્રો આપી તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોધરાના શિક્ષક ઇમરાન હાજર રહયા અને જેઓ ગોધરા ખાતે મધ્યમ વર્ગના બાળકોને છેલ્લા ૨૫ વર્ષથી મફત અભ્યાસ કરાવે છે, એવા ઇમરાન ભાઈ હાજર રહયા હતા. જ્યારે આ કાર્યક્રમને શોભાવવા માટે વેજલપુર સર્વોદય યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સિદ્દીક ટપ ભાગ્યોદય યુવા વિકાસ મંડળ પ્રમુખ યોગેશ કાછિયા સર્વોદય યુવા વિકાસ ટ્રસ્ટના ઉપપ્રમુખ, મંત્રી તેમજ ઈકબાલ પાડવા પંચમહાલ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ કાલોલ નગરપાલિકાના સભ્યો માજી તાલુકા પંચાયત સભ્ય સલીમ કઠિયા તેમજ અન્ય ટ્રસ્ટના સભ્યો અને આજુબાજુ ગામના વાલીઓ સહિત તેમજ પત્રકાર મિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન જે.સી. એજ્યુકેશનના શિક્ષક એવા સોહેલ જમાલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી વેજલપુર ગામના અને આજુ બાજુ ગામના વાલીઓએ જે.સી.એજ્યુકેશનના શિક્ષક સોહેલ જમાલના કોમ્પ્યુટરના શિક્ષણને ખૂબ બિરદાવ્યું હતું અને બાળકોને આજના નવા યુગમાં ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. જેથી આવનાર સમયમાં જે.સી. એજ્યુકેશનના શિક્ષક સોહેલ જમાલ એ કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો છે.