
પાવીજેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીમાં ભાજપે મોટો વિજય મેળવ્યો. વિરોધ પક્ષે ફોર્મ ન ભરતા તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ. છોટાઉદેપુર જીલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ મેન્ડેટ જાહેર કર્યો. ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારો બિનહરીફ રહ્યા.
બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો : ખેડૂત વિભાગ: પટેલ મયુર મુકેશ, રાઠવા બલસિંગ દેસીંગ, રાઠવા લીલસિંગ ચમરા, રાઠવા બિપીનચંદ્ર મનુ, રાઠવા દિલીપ કનુ, પટેલ કનુ રાવજી, પટેલ ચંદ્રિકાબેન હરિકૃષ્ણ, બારિયા પૃથ્વીસિંહ લક્ષ્મણ, રાઠવા કાગુ રેવજી અને રાઠવા રમેશ મનસુખ.
વેપાર વિભાગ: શાહ સારનીકકુમાર અંજીકુમાર, કમળાબેન લાલસીંગ, મહેશ્ર્વરી ભવાની શંકર ગણેશદાસ અને મિન્ટુકુમાર અંબાલાલ પટેલ.
સંઘ વિભાગ: પટેલ પ્રિયાબેન મયુર. ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. આ જીતથી છોટાઉદેપુર જીલ્લામાં ભાજપનો પ્રભાવ મજબૂત બન્યો છે.