છોટાઉદેપુરના સાત તાલુકામાં ગરીબ અને મધ્યમ વર્ગના સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરાશે

છોટાઉદેપુર જીલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી શૈક્ષણિક વર્ષથી છોટાઉદેપુર જીલ્લાના તમામ સાતેય તાલુકાઓમાં અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ શ‚ કરવામાં આવશે.

ખાનગી શાળાઓમાં મોંઘીદાટ ફી ભરી ન શકતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ હવે સરકારી શાળામાં વિનામૂલ્યે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મેળવી શકશે.

પ્રથમ તબક્કા હેઠળ જીલ્લાના તમામ સાત તાલુકા મથકો પર એક-એક અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. તાલુકા મથકે શાળા શરૂ થવાથી આસપાસના ગ્રામીણ વિસ્તારના બાળકોને પણ તેનો સીધો લાભ મળી રહેશે.

હાલ ઉપલબ્ધ અંગ્રેજી માધ્યમના શિક્ષકો જ ભણાવશે તાલુકા મથકે જ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા શ‚ કરાશે. આ માટે જ‚રી વધારાનું મહેકમ પાછળથી નક્કી કરાશે. તાલુકામાં અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકે તેવા કુશળ શિક્ષકો ઉપલબ્ધ છે, તેમના થકી જ પ્રાથમિક તબક્કે શૈક્ષણિક કાર્ય શ‚ કરી દેવાશે. ખાનગી શાળાઓની મોંઘી ફી સામે વાલીઓને આ સરકારી શાળાઓમાં વિનામૂલ્યે ગુણવત્તાસભર અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મળશે. :- ઉપેન્દ્રભાઈ રાઠવા,રૂ જી. પં. પ્રમુખ, છોટાઉદેપુર…