
સંખેડાના હડોદ સ્થિત જગદંબા જીન ખાતે કપાસની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રૂ. ૯૦૨૧ના ભાવે કપાસની ખરીદીનું મુહૂર્ત થયું હતું.
જીનના માલિક હિતેશ શાહ અને એ.પી.એમ.સી. ચેરમેન ભૌમિક દેસાઈની હાજરીમાં વેપારીઓએ બ્રાહ્મણ પાસે પૂજા કરાવી ફળ વધેરી મુહૂર્ત કર્યું.
આ શુભારંભ પ્રસંગે મેવાસ વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ ભરેલા વાહનો સાથે જગદંબા જીન પહોંચ્યા હતા. ઊંચા ભાવથી મુહૂર્ત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.