
બોડેલીની સફાયર સ્કૂલ ખાતે ‘ડાક સેવા જન સેવા’ કાર્યક્રમ હેઠળ ડાક ચોપાલનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ડાક વિભાગની મોબાઈલ થિયેટર વાન બોડેલી પહોંચી હતી. તેના માધ્યમથી પોસ્ટ ઓફિસની વિવિધ સેવાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી. કાર્યક્રમમાં ડિજીટલ બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ સહિતની સેવાઓ વિશે માહિતી અપાઈ. ‘આપકા બેંક, આપકે દ્વાર’ સૂત્રને સાકાર કરવા આ ચોપાલ યોજાઈ હતી.
ડાક ચોપાલમાં ડાક વિભાગના કર્મચારીઓ, સફાયર સ્કૂલના વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. લોકોને માહિતી મેળવવામાં ઉત્સાહ હતો, જેથી કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો.