ગોધરા-વડોદરા હાઈવે રોડ નુસરત મસ્જીદની પાછળ ખુલ્લા ખેતરમાં ૬ જેટલા આરોપી ઈસમો આઈટેન ગાડીમાં ગૌવંશ ભરી લાવેલ હોય અને કત્તલના ઈરાદે ગોંધી રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરતાં જીવતી ગાય તથા કટીંગ કરેલ બળદ તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ.૩૧,૨૩૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ગોધરા-વડોદરા હાઈવે રોડ આશીયાના સોસાયટી નુસરત મસ્જીદ પાછળ ખુલ્લા ખેતરમાં આરોપીઓ હારૂન રસીદ અહેમદ હયાત, જાબીર વકાસ શેખ, સલીમ અહેમદ મીઠા, મોહસીન ઉર્ફે બલ્લુ હુસેન શેખ, ઈલ્યાસ યાકુબ બીલ્લા ઉર્ફે ઈતરા અને અજાણ્યો ઈસમ ભેગા મળી આઈટેન ગાડી નં.૯૯૧૯માં કોઈક જગ્યાએથી કત્તલ માટે ગાય અને બળદ ભરી લાવીને ગોંધી રાખેલ છે. તેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન અર્ધ કટીંગ કરેલ મરણ ગયેલ બળદ કિ.રૂ.૧૫,૦૦૦/-, જીવીત ગાય રૂ.૧૦,૦૦૦/-, કુહાડી, વજન કાંટો, મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩૧,૨૩૦/-ના મુદ્દામાલ સાથે હારૂન રસીદ અહેમદ હયાતને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે બે આરોપીઓ નાશી ગયા હતા અને બે આરોપી સ્થળ પર મળી આવ્યા ન હતા. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે પશુ અત્યાચાર ગુના હેઠળ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.