
પંચમહાલ જીલ્લાના હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર વહેલી સવારે ટાયર ભરેલી એક આઈસરમાં આગ લાગી હતી. આ ઘટના ટોટો કંપની અને નવજીવન હોટલની વચ્ચે બની હતી. આઈસર વડોદરા તરફ જઈ રહી હતી.
આઈસરમાં મોટી સંખ્યામાં ટાયરો ભરેલા હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. આગના કારણે આકાશમાં દૂર સુધી ધુમાડો જોવા મળ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી.
ઘટનાની જાણ થતાં જ હાલોલ અને કાલોલની ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ખાનગી કંપનીની ફાયર ટીમની પણ મદદ લેવાઈ હતી. ટાયરોમાં આગ હોવાથી તેને ઓલવવામાં મુશ્કેલી પડી હતી. ફાયર ટીમોએ પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો. આગ એટલી હતી કે આઈસરમાં ભરેલા ટાયરો સહિત આખી આઈસર બળી ગઈ હતી. આ ઘટનાને પગલે બાયપાસ રોડ પર લોકો ભેગા થયા હતા. આગના કારણની તપાસ ચાલી રહી છે.