એન. એમ. સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, દાહોદ પ્રોજેક્ટ: એક્સિસ બેંક ફાઉન્ડેશન (CSR અંતર્ગત)

એન. એમ. સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, દાહોદ સંસ્થા અંતર્ગત એક્સિસ બેંક ફાઉન્ડેશનના સહયોગથી ચાલતા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ગોધરા તાલુકાના ગઢ ગામના લાભાર્થી બહેન પટેલ હિરકાબેન રણજીતભાઈને પોલીહાઉસ નર્સરીની સહાય પૂરી પાડવામાં આવી હતી. જેના સફળ પરિણામ સ્વરૂપે, તેમણે વિવિધ પ્રકારના શાકભાજીના રોપા તૈયાર કરી અલગ-અલગ ગામો અને તાલુકાઓમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૦,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ રોપાનું વેચાણ કરેલ છે. આ વ્યવસાયમાં કુલ ખર્ચ બાદ કરતાં તેઓએ ₹૧,૨૦,૦૦૦/- નો ચોખ્ખો નફો મેળવીને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પ્રોજેક્ટનો વ્યાપ અને ખેડૂતોની ભાગીદારી:

આ સી.એસ.આર. (CSR) પ્રોજેક્ટ હેઠળ ગ્રામીણ વિસ્તારમાં વ્યાપક સ્તરે કામગીરી ચાલી રહી છે:

  મોરવા (હ.) તાલુકો: ૧૨ ગામો અને ૪,૦૦૦ ખેડૂત

 ગોધરા તાલુકો: ૯ ગામો અને ૨,૦૦૦ ખેડૂતો

આમ, કુલ ૬,૦૦૦ ખેડૂતો આ પ્રોજેક્ટ સાથે જોડાઈને લાભ મેળવી રહ્યા છે, જેમાં ખેડૂતોનો ખૂબ જ સારો સાથ-સહકાર મળી રહ્યો છે.