દાહોદ રેલ્વે સ્ટેશનના સિગ્નલ રૂમમાંથી કેલબની ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા

દાહોદ રેલ્વે સ્ટેશનના સિગ્નલ ‚મમાંથી કેબલની ચોરી કરનાર ૩ ચોર અને ચોરેલુ તાંબુ ખરીદનાર દાહોદના એક વેપારીને રેલ્વે પ્રોટેકશન ફોર્સની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ૨૨ કિલોથી વધુ વછજનનો ચોરાયેલો તાંબાનો માલ કબ્જે કર્યો છે.

ગત તા.૧૩ ઓકટો.ના રોજ દાહોદ રેલ્વે સ્ટેશનના સિગ્નલ ‚મમાંથી આશરે ૧૦૦ મીટર લાંબો કેલબ ચોરી થઈ ગઈ હતી. આ અંગે રેલ્વે પોલીસે ગુનો નોંધીને ચોરોને પકડવા માટે તપાસ શરૂ કરી હતી. ૨૪ ઓકટો.એ આરપીએફની ટીમે રેલ્વે કોલોનીમાંથી એક ૧૭ વર્ષના સગીરને શંકાના આધારે પુછપરછ કરી હતી. પુછપરછમાં તેણે કબુલ્યુ હતુ કે, તેણે તેના બે મિત્રો મનોજ ડિંડોર અને રોહિત ડામોર(ચિંટુ)સાથે મળીને આ ચોરી કરી હતી. તેઓએ સિગ્નલ રૂમનુ તાળુ તોડીને કેબલ ચોરી કરી હતી. ત્યારબાદ નિર્જન જગ્યાએ લઈ જઈને કેબલને સળગાવી દીધા હતા. તેમાંથી તાંબાના તાર બહાર કાઢયા હતા. આ તાંબુ તેઓ પોતાની સ્કુટી પર લઈ જઈ દાહોદના પડાવ વિસ્તારમાં આવેલ જય અંબે વાસણની દુકાને ૮ હજારમાં વેચી દીધુે હતુ. મળેલા રૂપિયા ત્રણેય જણાએ આપસમાં વહેંચ્યા હતા. સગીરની મદદથી પોલીસે બાકીના બંને આરોપીઓ છાપરીનો મનોજ ડિંડોર અને દાહોદની રેલ્વે કોલોનીના રોહિત ડામોરને પણ પકડી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસની ટીમે પડાવ વિસ્તારમાં આવેલી વાસણની દુકાને પહોંચી હતી. દુકાનદાર ગોદી રોડ ઉપર રહેતા સેવકરામની પુછપરછ કરી હતી. વેપારીએ સ્વિકાર્યુ હતુ કે, તેણે કોઈપણ જાતના બિલ વગર લાલચમાં આવીને આ ત્રણેય છોકરાઓ પાસેથી તાંબુ ખરીદ્યુ હતુ. દુકાનમાં વજન કરાવતા ૨૨ કિલો ૩૦ ગ્રામ તાંબાના તાર મળી આવ્યા હતા. જે પોલીસે જપ્ત કર્યા છે. આરપીએફ પોલીસે ચોરી કરનાર મનોજ ડિંડોર, રોહિત ડામોર અને ચોરીનો માલ ખરીદનાર વેપારી સેવકરામની ધરપકડ કરી છેે. જયારે સગીર છોકરાને કાયદા મુજબ નોટિસ આપીને તેના પિતાને સોંપવામાં આવ્યો છે. પકડાયેલા ત્રણેય આરોપીઓને વડોદરા રેલ્વે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.