
ભારતે સંયુક્ત રાષ્ટમાં પાકિસ્તાનને જારશોરથી ઘેરી લીધું છે. ભારતે કહ્યું કે પાકિસ્તાન વિશ્વની સામે ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે તેણે પહેલા પોતાના દેશની પરિÂસ્થતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જાઈએ. ભારતે કટાક્ષમાં કહ્યું કે પાકિસ્તાનમાં સૈન્ય જ વાસ્તવિક શાસક છે અને સરકાર પાસે તેના નિર્ણયો વિરુદ્ધ જવાની હિંમતનો અભાવ છે. ભારતે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે લઘુમતી અધિકારોની હિમાયત કરતું પાકિસ્તાન પોતાના નાગરિકો સાથે કેવી રીતે વર્તે છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિમાં લઘુમતી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન, ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ રઘુ પુરીએ પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત વિરુદ્ધ પ્રચાર ફેલાવી રહ્યું છે અને આમ કરીને વિશ્વનું ધ્યાન પોતાની સમસ્યાઓ પરથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુરીએ કહ્યું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા નબળી સ્થિતિમાં છે. દેશના ઘણા ભાગોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ચિંતાજનક છે, અને માનવાધિકાર ઉલ્લંઘનની ફરિયાદો સતત સપાટી પર આવી રહી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને ખૈબર પખ્તુનખ્વાથી બલુચિસ્તાન સુધીની પરિસ્થિતિ પર ધ્યાન આપવું જાઈએ.
ભારતે પાકિસ્તાની રાજકારણમાં લશ્કરી દખલગીરીનો મુદ્દો પણ ઉઠાવ્યો. રઘુ પુરીએ કહ્યું કે પાકિસ્તાનમાં લશ્કરના હિતો સર્વોપરી છે અને દેશની સાચી તાકાત છે. તેમણે કટાક્ષમાં ટિપ્પણી કરી કે ભારત પાકિસ્તાની પ્રતિનિધિની દુર્દશા સમજે છે, કારણ કે ત્યાંની સરકાર સૈન્યના નિર્દેશોને અવગણવાની સ્થિતિમાં નથી. પુરીએ પાકિસ્તાનની વર્તમાન સરકારનું વર્ણન કરવા માટે “ફોર્મ ૪૭ સરકાર” શબ્દનો ઉપયોગ કર્યો હતો, જે ૨૦૨૪ ની સામાન્ય ચૂંટણીઓમાં ગોટાળાના આરોપો અને ચૂંટણી પરિણામોના સંદર્ભમાં વપરાતો શબ્દ છે.
ફોર્મ ૪૭ એ પાકિસ્તાનમાં એક સત્તાવાર ચૂંટણી દસ્તાવેજ છે જે એક મતવિસ્તાર માટે એકીકૃત મતદાન પરિણામો રેકોર્ડ કરે છે. ફેબ્રુઆરી ૨૦૨૪ ની સામાન્ય ચૂંટણીઓ પછી, ગોટાળા અને અનિયમિતતાના આરોપો સામે આવ્યા. આ જ કારણ છે કે સરકારના ટીકાકારો તેને “ફોર્મ ૪૭ સરકાર” તરીકે ઓળખે છે. ભારતે આ સંદર્ભનો ઉપયોગ પાકિસ્તાનની રાજકીય વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠાવવા માટે કર્યો.
ભારતે જણાવ્યું હતું કે જ્યારે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટÙમાં લઘુમતી અધિકારોની હિમાયત કરે છે, ત્યારે તેનો પોતાનો રેકોર્ડ પણ શંકાસ્પદ છે. પુરીએ કહ્યું કે સ્વતંત્રતા પછી પાકિસ્તાનમાં લઘુમતી વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે પાકિસ્તાનને અપીલ કરી કે તે બીજાઓ પર આંગળી ચીંધવાને બદલે પોતાના દેશની પરિસ્થિતિઓ અને તેના નાગરિકોના હિતોને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે.
પાકિસ્તાન વારંવાર આંતરાષ્ટ્રીય મંચો પર જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે અને ભારતના વલણ પર સવાલ ઉઠાવે છે. આ વખતે પણ ભારતે પાકિસ્તાનના દાવાઓને ફગાવી દીધા, કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. ભારતના મતે, એકમાત્ર મુદ્દો પાકિસ્તાન દ્વારા કબજે કરાયેલા વિસ્તારોને ખાલી કરાવવાનો છે.
લઘુમતી અધિકારો પર ચર્ચા દરમિયાન, ભારતે કહ્યું કે તેમના અધિકારોનું રક્ષણ અને પ્રોત્સાહન એ દરેક દેશની પ્રાથમિક જવાબદારી છે. પુરીએ કહ્યું કે ભારત વિશ્વના સૌથી વૈવિધ્યસભર સમાજામાંનો એક છે, જે વિવિધ ધર્મો, ભાષાઓ અને સમુદાયોના લોકોનું ઘર છે. વિવિધતા ભારતની સભ્યતાની ઓળખ રહી છે, અને દેશને તેના પર ગર્વ છે. તેમણે કહ્યું કે ભારતીય બંધારણ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરે છે. લઘુમતી સમુદાયોના લોકોએ આપ્યું છે