ગુજરાતમાં સરકારી શાળાઓમાં પ્રવેશ અને ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી માટે મંજૂરી ફરજિયાત બનાવતા શિક્ષણ વિભાગના પરિપત્રથી રાજકીય વિવાદ ઊભો થયો છે. બીજી તરફ, વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ રાજ્યની સરકારી શાળાઓમાં હજારો વર્ગખંડોની અછત છે. આ દરમિયાન રાહુલ ગાંધીના સત્યાગ્રહ પોર્ટલપર ગુજરાતમાંથી ૨૦ દિવસમાં ૧,૧૪૪ ફરિયાદો નોંધાઈ છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ ભ્રષ્ટાચાર અને શિક્ષણ સંબંધિત સમસ્યાઓ ફરિયાદોના મુખ્ય મુદ્દા છે, જ્યારે ભાજપે પોર્ટલ પરના દાવાઓની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવ્યા છે.
ગુજરાતના શિક્ષણ વિભાગે ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બહાર પાડેલા પરિપત્ર મુજબ સરકારી શાળામાં પ્રવેશવા માટે આચાર્યની પૂર્વમંજૂરી લેવાની રહેશે. વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ લેવા, વીડિયો બનાવવા, ઓડિયો રેકો‹ડગ કરવા અને લાઇવ સ્ટ્રીમિંગ માટે પણ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે.પરિપત્રમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે પોક્સો સહિતની કાયદાકીય કાર્યવાહીનો ઉલ્લેખ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે શાળામાં મંજૂરી વિના પ્રવેશવાના કિસ્સામાં પોક્સો કાયદાનો ઉલ્લેખ કયા સંદર્ભમાં કરવામાં આવ્યો છે. કાયદાકીય નિષ્ણાતોએ પણ આ જાગવાઈના અર્થ અને અમલીકરણ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો દાવો છે કે આ નિર્ણયથી સરકારી શાળાઓની વાસ્તવિક સ્થિતિ બહાર આવતી અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જાકે, આ અંગે સરકારનો સત્તાવાર ખુલાસો અને પરિપત્રની ચોક્કસ કાયદાકીય જાગવાઈઓ તપાસવી જરૂરી છે.સરકારી શાળાઓની સ્થિતિ અંગે વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પણ ચર્ચામાં છે. માર્ચ ૨૦૨૬માં પૂછાયેલા પ્રશ્નના જવાબ મુજબ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૮,૫૮૬ અને સરકારી માધ્યમિક શાળાઓમાં ૮૫૬ વર્ગખંડોની અછત હતી. બંને આંકડા મળીને કુલ ૯,૪૪૨ વર્ગખંડોની અછત દર્શાવે છે.
પ્રાથમિક શાળાઓમાં સૌથી વધુ ૧,૧૪૦ વર્ગખંડોની અછત બનાસકાંઠા જિલ્લામાં હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત, માર્ચ ૨૦૨૫માં વિધાનસભામાં રજૂ થયેલી માહિતી અનુસાર રાજ્યની ૩૨૭ સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક વર્ગખંડ સાથે કાર્યરત હતી. આ માહિતી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં આપી હતી.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકોની સમસ્યાઓ અને જનઆંદોલનના મુદ્દાઓ એકત્ર કરવા માટે ૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સત્યાગ્રહ પોર્ટલ શરૂ કર્યું હતું. આ પોર્ટલ પર લોકો પોતાની સમસ્યાઓ સાથે ફોટો અને વીડિયો પણ રજૂ કરી શકે છે.
૨૩ ઓક્ટોબર સુધીના જણાવાયેલા આંકડા પ્રમાણે દેશભરમાંથી પોર્ટલ પર ૩૬,૫૨૩ ફરિયાદો નોંધાઈ હતી. તેમાંથી ગુજરાતની ૧,૧૪૪ ફરિયાદો હતી. એટલે કે ૨૦ દિવસના સમયગાળાને આધારે ગુજરાતમાંથી દરરોજ સરેરાશ ૫૭ જેટલી ફરિયાદો નોંધાઈ હતી.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડા. પાર્થિવરાજસિંહ કઠવાડિયાના જણાવ્યા મુજબ ભ્રષ્ટાચાર પછી શિક્ષણનો મુદ્દો ફરિયાદોમાં મોખરે છે. મહિલા સુરક્ષા, જમીન અધિકાર અને શ્રમિકોના અધિકારો જેવા મુદ્દાઓને લઈને પણ લોકો પોતાની સમસ્યાઓ રજૂ કરી રહ્યા છે. કોંગ્રેસનો દાવો છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ફરિયાદો મળી છે.ગ્રાન્ટેડ શાળાઓ છે. આ ઉપરાંત ૧,૦૯૯ આશ્રમ શાળાઓ અને ૧૩ હજારથી વધુ ખાનગી શાળાઓ છે. પક્ષે રજૂ કરેલા આંકડા મુજબ રાજ્યમાં કુલ ૫૩,૨૭૨ પ્રાથમિક શાળાઓ અને ૫૧,૩૦,૭૬૪ વિદ્યાર્થીઓ સામે ૧,૮૪,૩૭૩ શિક્ષકો છે.