વાપીમાં નશાના મોટા રેકેટનો પર્દાફાશઃ ૧૪ કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ૩ આરોપીઓની ધરપકડ

ઔદ્યોગિક નગરી વાપીમાં એક મસ મોટા નશાના રેકેટનો પર્દાફાશ થયો છે. વલસાડ જિલ્લા અને એસ.જી પોલીસ સહિત ડુંગરા પોલીસની આ કાર્યવાહીમાં જુદા જુદા ત્રણ કેસોમાં અંદાજે ૧૩.૮૯ કરોડથી વધુ ની કિંમત નો નશાનો સામાન ઝડપાયો છે. વલસાડ જિલ્લા ર્જીંય્ની ટીમે જુદી જુદી ત્રણ જગ્યાએ કરેલી રેડમાં નશીલો પદાર્થ અને કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે ૨૫૦૦ કિલોથી વધુનો નસીલો પદાર્થ સાથે ૩ આરોપીઓની ધરપકડ કરી છે.પ્રથમ વાપીના છીરી ગાલા મસાલામાં પોલીસે અહેમદનગર રજા ગલીમાં એક મકાનમાં રેડ કરી હતી. મોહમ્મદ અમીન મોહમ્મદ બાસુ ખાનના મકાનમાં કરેલી તપાસમાં કેનોબીસ નામના નસીલા પદાર્થની ૩૮૭.૭૫૦ કિલો ગ્રામ નશિલી ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત ૧.૯૩ કરોડ ની હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આ કાર્યવાહી દરમ્યાન બાતમી મળી કે આ નશીલો પદાર્થ દાદરા નગર હવેલી ની બોર્ડર નજીક થી લાવવામાં આવ્યો હતો.

આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દાદરા નગર હવેલી અને ગુજરાતની હદ પર તીઘરા રોડ પર પ્રદીપ ઉર્ફે મનુ વર્માની દુકાનમાં રેડ કરી હતી. આ દુકાન માંથી પણ ૧૦.૯૩ કરોડની કિંમતના ૨૧૪૭ કિલો કેનોબીસની ગોળીઓનો જથ્થો મલી આવ્યો હતો. ત્યારબાદ વાપીની ડુંગરા પોલીસે પણ બોલાવ્યો સપાટો બોલાવી લેકવ્યુ રેસીડેન્સી માંથી કાર્તિક ઉર્ફે પપ્પુ રવિન્દ્ર બિસ્વાલના ઘરમાંથી પણ ૧.૨૧ કરોડની કિંમત ની ૨૪૩ કિલો જેટલી નસીલી કેનોબીસ ની ગોળીઓ ઝડપાઈ હતી.

નશાના આ રેકેટના પર્દાફાશ દરમિયાન પોલીસે અત્યાર સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં મોહમ્મદ અમીન મોહમ્મદ ખાન, પ્રદીપ ઉર્ફે મનનુ રામતીર્થ વર્મા અને કાર્તિક ઉર્ફે પપ્પુ રવિન્દ્ર બીશ્વાલની ધરપકડ કરી હતી. જ્યારે અનુરાગ ગુપ્તા અને સલમાન ઇકબાલ અને બનમાલી પ્રભાકર પાતરા નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓ નશાના પાવડરમાંથી નશાની ગોળીઓ બનાવી વાપી અને સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના ઔદ્યોગિક વિસ્તારોમાં પાનના ગલ્લાઓ અને નાની દુકાનોમાં સપ્લાય કરતા હતા. સાથે જ અત્યાર સુધીની તપાસમાં ચોકાવનારી હકીકત બહાર આવી છે કે.. આ રેકેટના તાર મહારાષ્ટÙ અને યુપી સુધી ફેલાયા છે.

આથી પોલીસે આ મામલે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.મહત્વપૂર્ણ છે કે ઓદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં અગાઉ પણ નશાના રેકેટનો પર્દાફાશ થઈ ચુક્યો છે. જાકે આ વખતે પોલીસે કરેલી આ કાબીલેદાદ કાર્યવાહી દરમિયાન અંદાજે અંદાજે ૧૪ કરોડ ની કિંમતના નસીલા પદાર્થ ને કબજે કરી સપાટો બોલાવ્યો છે. કાર્યવાહી દરમિયાન અત્યાર સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આથી પોલીસની આગામી તપાસમાં હજુ આ રેકેટમાં વધુ ચોકાવનારા ખુલાસા થવાની શક્્યતાઓ જાવાઇ રહી છે.