જા કોહલી વધુ એક સદી ફટકારવામાં સફળ થાય છે, તો તે લિસ્ટ-એ ક્રિકેટમાં ૬૧ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન બનશે

વિરાટ કોહલી પહેલાથી જ વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે, પરંતુ હવે તેની પાસે એક એવો વિશ્વ રેકોર્ડ બનાવવાની તક છે જે તેને સચિન તેંડુલકરથી પાછળ છોડી શકે છે. લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવા માટે કોહલી સચિનની બરાબર છે.

હવે તેને ફક્ત એક સદીની જરૂર છે અને તે ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે શ્રેણીમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી શકે છે.શિખર ધવને લિસ્ટ એ ક્રિકેટમાં ૩૦ સદી ફટકારી છે. તે લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ટોચના ૫ ભારતીય બેટ્‌સમેનોમાંનો એક છે. તેણે ૩૦૨ લિસ્ટ એ મેચની ૨૯૮ ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ૩૧ સદી સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. ગાંગુલીએ ૪૩૭ લિસ્ટ છ મેચોની ૪૨૧ ઇનિંગ્સમાં ૪૧ થી વધુની સરેરાશથી ૧૫,૬૨૨ રન બનાવ્યા.ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ૩૧ સદી સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. ગાંગુલીએ ૪૩૭ લિસ્ટ છ મેચોની ૪૨૧ ઇનિંગ્સમાં ૪૧ થી વધુની સરેરાશથી ૧૫,૬૨૨ રન બનાવ્યા.રોહિત શર્મા લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી વધુ સદીઓ ધરાવતા ભારતીય બેટ્‌સમેનોની યાદીમાં બીજા ક્રમે છે. તેમણે ૩૬૪ મેચોની ૩૫૨ ઇનિંગ્સમાં ૩૯ સદીઓ બનાવી છે.

રોહિતે ૪૭.૨૮ ની સરેરાશથી ૧૪,૫૧૭ રન બનાવ્યા છે.વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં ૩૫૧ મેચની ૩૪૦ ઇનિંગ્સમાં ૬૦ સદી અને ૮૮ અડધી સદી સાથે ૧૬,૭૫૯ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ ૫૭.૯૮ છે. ન્યુઝીલેન્ડમાં તેના બેટથી બનેલી સદી સચિન તેંડુલકરનો વિશ્વ રેકોર્ડ તોડી નાખશે.

તેની લિસ્ટ-એ કારકિર્દીમાં, સચિન તેંડુલકરે ૫૫૧ મેચની ૫૩૮ ઇનિંગ્સમાં ૬૦ સદી અને ૧૧૪ અડધી સદી બનાવી છે. તેણે ૪૫.૫૪ ની સરેરાશથી કુલ ૨૧,૯૯૯ રન બનાવ્યા છે. સચિને ડિસેમ્બર ૨૦૧૨ માં લિસ્ટ-એ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.તેમની લિસ્ટ-એ કારકિર્દીમાં, સચિન તેંડુલકરે ૫૫૧ મેચની ૫૩૮ ઇનિંગ્સમાં ૬૦ સદી અને ૧૧૪ અડધી સદી ફટકારી હતી. તેમણે ૪૫.૫૪ ની સરેરાશથી કુલ ૨૧,૯૯૯ રન બનાવ્યા હતા. સચિને ડિસેમ્બર ૨૦૧૨ માં લિસ્ટ-એ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.