લુલા દા સિલ્વા બ્રાઝિલની ચોથી ચૂંટણી જીત્યા, ૮૦ વર્ષની ઉંમરે ફરીથી રાષ્ટ્રપતિ બનશે

ડાબેરી નેતા લુલા દા સિલ્વા બ્રાઝિલની રાષ્ટÙપતિની ચૂંટણી જીતી ગયા છે. ૮૦ વર્ષની ઉંમરે, તેઓ ચોથી વખત દેશના રાષ્ટÙપતિ બનશે. તેમણે ચૂંટણી સ્પર્ધામાં ફ્લાવિયો બોલ્સોનારોને હરાવ્યા. બ્રાઝિલિયન મીડિયા અને ડેટાફોલ્હાના અંદાજ મુજબ, ૯૯.૯૭ ટકા મત ગણતરી સાથે, લુલાને માન્ય મતોના ૫૧.૭૬ ટકા મળ્યા, જ્યારે ફ્લેવિયો બોલ્સોનારોને ૪૮.૨૪ ટકા મળ્યા.આ જીત સાથે, ભૂતપૂર્વ ફેક્ટરી કામદાર અને વર્કર્સ પાર્ટીના સભ્ય લુલા, બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા રાષ્ટ્રપતિ બનશે, જે ફક્ત ગેટુલિયો વર્ગાસથી આગળ નીકળી ગયા છે. તેમના વર્તમાન કાર્યકાળના અંત સુધીમાં, સત્તામાં તેમનો કુલ કાર્યકાળ ૧૬ વર્ષ સુધી પહોંચશે, જે બ્રાઝિલના લોકશાહી ઇતિહાસમાં એક રેકોર્ડ છે.લુલાનો વિજય એવા સમયે થયો છે જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ફુગાવા, જીવનનિર્વાહનો વધતો ખર્ચ, ગુના અને ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દાઓ હતા. સુત્રો અનુસાર, ૧૯૮૯ માં સીધી રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પરત આવ્યા પછી આ પહેલી વાર છે જ્યારે કોઈ ઉમેદવાર પ્રથમ રાઉન્ડમાં બીજા સ્થાને રહેવા છતાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયો છે. લુલાએ ૨૦૦૩ થી ૨૦૧૦ સુધી બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી.

ફુગાવા અને સુરક્ષા ચિંતાઓને કારણે લુલાને આ વખતે કઠિન લડાઈનો સામનો કરવો પડ્યો. ફ્લાવિયો બોલ્સોનારોએ ગુનાઓ પર કડક કાર્યવાહી અને ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો કરવાનું વચન આપ્યું હતું. બીજી તરફ, લુલાએ બ્રાઝિલની સાર્વભૌમત્વ અને સ્વતંત્ર વિદેશ નીતિ પર ભાર મુક્યો. બંને રાષ્ટÙપતિ ઉમેદવારોએ પરિવારના સભ્યો અને સહયોગીઓ સામે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. ભ્રષ્ટાચાર માટે લુલાએ એક વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો હતો, પરંતુ તે આરોપો પાછળથી છોડી દેવામાં આવ્યા હતા.

રવિવારે યોજાયેલી ચૂંટણીના પરિણામો ખૂબ જ વ્યસ્ત દિવસ પછી આવ્યા. બંને ઉમેદવારો દ્વારા ચૂંટણી અધિકારીઓને છેલ્લી ઘડીની અપીલ બાદ, મતદાન બે કલાક લંબાવવામાં આવ્યું અનુસાર, લુલાની જીતના બ્રાઝિલની બહાર પણ પ્રત્યાઘાત પડશે. લુલાના નેતૃત્વ હેઠળ, લેટિન અમેરિકાનો સૌથી મોટો દેશ વધુ સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવશે. લુલાએ બ્રાઝિલની સાર્વભૌમત્વ પર ભાર મુક્યો છે અને ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો) અને ચીન સાથે ગાઢ સંબંધોની હિમાયત કરી છે.લુલાએ ૧૯૭૦ ના દાયકામાં યુનિયન નેતા તરીકે તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે વર્કર્સ પાર્ટીની સ્થાપના કરવામાં મદદ કરી. તેઓ આ પાર્ટી માટે ત્રણ વખત રાષ્ટÙપતિ પદ માટે ચૂંટણી લડ્યા, આખરે ૨૦૦૨ માં ચૂંટણી જીતી ગયા. ચાર વર્ષ પછી તેઓ ફરીથી ચૂંટાયા, અને તેમના મંત્રીમંડળમાં ભૂતપૂર્વ મંત્રી ડિલ્મા રૂસેફ ૨૦૧૦ માં તેમના સ્થાને આવ્યા. તેઓ ૨૦૧૪ માં ફરીથી ચૂંટાયા. બ્રાઝિલના રાષ્ટÙપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા ફેબ્રુઆરીમાં એઆઇ સમિટમાં હાજરી આપવા માટે દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. નવી દિલ્હી એરપોર્ટ પર તેમનું સ્વાગત વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટા દ્વારા કરવામાં આવ્યું હતું.