ઇમરાન ખાનઃ બોમ્બે હાઇકોર્ટે ૨ નવેમ્બર સુધી ભારત છોડવાની નોટિસ પર સ્ટે આપ્યો

મુંબઈ પોલીસે તેમને ૨૮ ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ મોકલી

બોલીવુડ અભિનેતા ઇમરાન ખાને તાજેતરમાં મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. મુંબઈ પોલીસે પણ ઇમરાન ખાનની અટકાયત કરી હતી. ત્યારબાદ, પોલીસે તેમને ૨૮ ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ જારી કરી હતી. ઇમરાન ખાને આ નોટિસ સામે બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે કોર્ટનો નિર્ણય આજે આવ્યો. ઇમરાન ખાનની અરજી મૂળ સોમવાર માટે નક્કી કરવામાં આવી હતી, પરંતુ તે મુલતવી રાખવામાં આવી હતી. સુનાવણી હવે આજે, ૨૭ ઓક્ટોબરે થઈ છે.

મંગળવારે બોમ્બે હાઇકોર્ટમાં ઇમરાન ખાનની અરજી પર સુનાવણી થઈ. આ કેસમાં, કોર્ટે ઇમરાન ખાન વિરુદ્ધ જારી કરાયેલી ભારત છોડો નોટિસ પર ૨ નવેમ્બર સુધી સ્ટે આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી પણ ૨ નવેમ્બરના રોજ થશે.

મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની બનેલી ડિવિઝન બેન્ચે અરજી પર સુનાવણી કરી. આ કેસમાં આગામી તારીખ ૨ નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ પછી, કોર્ટે અભિનેતાને જારી કરાયેલ ભારત છોડો નોટિસ પર પણ ૨ નવેમ્બર સુધી સ્ટે આપ્યો હતો.

મંગળવારે, બોમ્બે હાઇકોર્ટે નોટિસ સામે ઇમરાન ખાનની અરજી પર સુનાવણી કરી. અભિનેતાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જેના પગલે તેમને નોટિસ મળી હતી.આજે સુનાવણી દરમિયાન, જ્યારે ઇમરાન ખાનના વકીલ, વેંકટેશ ધોંડે ૨૮ ઓક્ટોબરની સમયમર્યાદા ટાંકીને કહ્યું કે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવામાં આવશે નહીં, ત્યારે એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે મૌખિક ખાતરી આપી. મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની બેન્ચે જણાવ્યું હતું કે તેઓ હવે ૨ નવેમ્બરના રોજ નોટિસને પડકારતી ઇમરાન ખાનની અરજી પર સુનાવણી કરશે.

નોંધપાત્ર રીતે, મંગળવારે હાઇકોર્ટમાં ભારત છોડવાની નોટિસને પડકારતી ઇમરાન ખાનની અરજી પર સુનાવણી દરમિયાન, ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સમય માંગ્યો હતો.આ પછી, ઇમરાન ખાનના વકીલ, વેંકટેશ ધોંડે જણાવ્યું હતું કે ત્યાં સુધી કોઈ બળજબરીભર્યું પગલું લેવામાં આવશે નહીં, કારણ કે નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે અભિનેતાએ ૨૮ ઓક્ટોબર સુધીમાં દેશ છોડી દેવો પડશે.જ્યારે ઇમરાન ખાનના વકીલ, ધોંડે ૨૮ ઓક્ટોબરની સમયમર્યાદાનો ઉલ્લેખ કર્યો, ત્યારે એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે મૌખિક ખાતરી આપી કે કંઈ થશે નહીં.ત્યારબાદ બેન્ચે સંમતિ દર્શાવી અને કેસ ૨ નવેમ્બર સુધી મુલતવી રાખ્યો. હાઇકોર્ટે કહ્યું, “વિવાદિત નોટિસ ત્યાં સુધી સ્ટે રહેશે.”

ઇમરાનને ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસર તરફથી આ નોટિસ મળી છે. ઇમરાન ખાન ભારતીય નાગરિક નથી. તેમની પાસે અમેરિકન નાગરિકત્વ છે. અભિનેતાએ મુંબઈ પોલીસ દ્વારા જારી કરાયેલી નોટિસને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી હતી. તેમણે તેમના વકીલ ઝુલ્ફીકાર મેમણ અને તેમની કાનૂની ટીમ દ્વારા અરજી દાખલ કરી હતી.

હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં ઈમરાન ખાને પોલીસ નોટિસને “ગેરકાયદેસર, ખોટી અને કાયદાની વિરુદ્ધ” ગણાવી હતી. અભિનેતાએ કોર્ટને નોટિસ રદ કરવા અને સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી તેને સ્ટે આપવા કહ્યું હતું. ઈમરાનની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે હાલના કાયદામાં એવી કોઈ જાગવાઈ નથી કે જેઝ્રૈં કાર્ડધારકને શાંતિપૂર્ણ વિરોધમાં ભાગ લેતા અટકાવે. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે નોટિસ જારી કરવામાં આવી હતી, ત્યારે તેમને ન તો સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું હતું અને ન તો તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી.અભિનેતા ઈમરાન ખાનના વકીલના જણાવ્યા અનુસાર, ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસએ તેમને શો કોઝ નોટિસ જારી કરી છે. તે પૂછે છે કે તેમનો ઓવરસીઝ સિટિઝન ઓફ ઈÂન્ડયા દરજ્જા કેમ રદ ન કરવો જાઈએ.