સુરતમાં તાવ બાદ પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થિનીનું મોત, સારું લાગ્યું તો પરીક્ષા આપવા પણ દઈ હતી

સુરતના સચિન પાલી ગામમાં તાવ આવ્યા બાદ ૧૩ વર્ષીય કિશોરીનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જુલી કુમારી નામની વિદ્યાર્થિનીને છેલ્લા પાંચ દિવસથી તાવ આવતો હતો. શરૂઆતમાં પરિવારજનોએ તેને સારવાર માટે દવાખાને ખસેડી હતી. તબિયતમાં થોડો સુધારો થતાં તે પરીક્ષા આપવા પણ ગઈ હતી. જોકે, ત્યારબાદ ફરી તેની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, સચિન પાલી ગામમાં રહેતી જુલી કુમારીને છેલ્લા પાંચ દિવસથી તાવની ફરિયાદ હતી. પરિવારજનો તેની સારવાર કરાવી રહ્યા હતા. સારવાર બાદ તબિયતમાં સુધારો જણાતાં વિદ્યાર્થિની પરીક્ષા આપવા ગઈ હતી. પરંતુ ત્યારબાદ તેની તબિયત ફરી બગડતાં તેને વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

જુલીનો પરિવાર બિહારથી અહીં દસેક વર્ષ પહેલા રોજગારી માટે આવ્યો હતો. મૃતકના પિતા સિલાઈ કામ કરે છે અને માતા ઘરકામ કરે છે. તેને એક ભાઈ પણ છે. અચાનક દીકરીના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ ૧૩ વર્ષીય જુલી કુમારીનું મોત નિપજ્યું હતું. નાની ઉંમરે દીકરીનું અચાનક મોત થતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં સચિન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીનીનું મોત કયા કારણોસર થયું તે અંગે વધુ વિગતો પોસ્ટમોર્ટમ અને તપાસ બાદ સ્પષ્ટ થશે.