
ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાના ફરી એકવાર ધજાગરા જાવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરદારનગર વિસ્તારમાં આવેલી નંદીગ્રામ સોસાયટી નજીક આવેલા શિવ બંગલોઝમાં ઘરના વાસ્તુ પૂજનના પ્રસંગે જ ખુલ્લેઆમ દારૂ પાર્ટી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આશ્ચર્યની વાત તો એ છે કે આ વાસ્તુ પૂજનમાં ધારાસભ્ય પાયલ કૂકરાણી પણ હાજર હોવાનો ખુલાસો થયો છે. વીડિયો વાયરલ થતા સરદારનગર પોલીસ એક્શનમાં આવી ગઈ છે. જેમાં તપાસ દરમિયાન મહારાષ્ટ્રથી આવેલા મહેમાનો દારૂ લાવ્યા હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં બનેલી ઘટનામાં મળતી માહિતી મુજબ, સરદારનગર વિસ્તારમાં નંદીગ્રામ સોસાયટીની અંદર આવેલા શિવ બંગલોઝના મકાન નંબર ૮૭માં આ દારૂની મહેફિલ જામી હતી. આ મકાન ધીરજ પરમારનું હોવાનું સામે આવ્યું છે, જેઓ જામનગર ખાતે આર્મીમાં સિનિયર ઓડિટર તરીકે ફરજ બજાવે છે અને તેમની પાસે દારૂની પરમિટ પણ છે. ઘરના વાસ્તુ પૂજનના શુભ પ્રસંગે જ હારાષ્ટÙથી આવેલા કેટલાક શખ્સોએ ઘરને દારૂનો અડ્ડો બનાવી દીધો હોય એમ ખુલ્લેઆમ દારૂ પીને તેના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.
આ સમગ્ર મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે એવી માહિચી સામે આવી કે આ વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં નરોડાના ધારાસભ્ય પાયલ કૂકરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. જાકે, ધાર્મિક પ્રસંગમાં ધારાસભ્યની હાજરી અને બીજી તરફ તે જ ઘરમાં દારૂની મહેફિલના વીડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ નંદીગ્રામ સોસાયટીમાં મકાન માલિક ધીરજ પરમારે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “હું ઘરની પૂજામાં વ્યસ્ત હતો, તેથી મને ખ્યાલ નહોતો કે કોણે પાર્ટી કરી. મહારાષ્ટ્રથી આવેલા મારા ભત્રીજાઓ અને મહેમાનોએ અમારી જાણ બહાર આ દારૂ પાર્ટી કરી હતી અને તેઓ મહારાષ્ટ્રથી જ દારૂ સાથે લઈને આવ્યા હતા.”
સોશિયલ મીડિયા પર દારૂ પાર્ટીના વીડિયો વાયરલ થતાની સાથે જ સરદારનગર પોલીસ હરકતમાં આવી છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ એવો ખુલાસો થયો છે કે મહારાષ્ટÙથી આવેલા મહેમાનો જ પોતાની સાથે દારૂ લાવ્યા હતા. હાલ સરદારનગર પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ તેજ કરી છે.