સરકારી બાબુઓનું ‘ગરીબ’ બનવાનું કૌભાંડ, રાજકોટ રેલવેના ૭૭૪ કર્મચારીઓ ઝડપાયા

દેશમાં સરકારી નોકરિયાતો ગરીબી રેખા હેઠળના લાભો લેતા હોવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. સારો પગાર મેળવતા હોવા છતાં રેલવેના કર્મચારીઓ ગરીબોના હકનું અનાજ મેળવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે કરેલી તપાસમાં આ ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. તપાસ મુજબ, દેશભરમાં ૧.૮૨ લાખથી વધુ રેલવે કર્મચારીઓ નેશનલ ફૂડ સિક્્યુરિટી એક્ટ હેઠળ મફત કે સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા છે.

ગુજરાતના રાજકોટ રેલવે ડિવિઝનમાં પણ આ કૌભાંડના મૂળ ઊંડા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ રેલવેમાં નોકરી કરતા કુલ ૭૭૪ કર્મચારીઓ ગરીબી રેખા હેઠળના લાભ લેતા ઝડપાયા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ યાદીમાં ૫ ગેઝેટેડ ઓફિસર, સ્ટેશન માસ્ટર અને લોકો પાયલટથી લઈને ઉચ્ચ અધિકારીઓના નામ પણ સામેલ છે. ઊંચા હોદ્દા અને તગડો પગાર હોવા છતાં આ અધિકારીઓએ સરકારી યોજનાનો ખોટો લાભ ઉઠાવ્યો છે.

આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ રેલવે તંત્ર અને સરકાર હરકતમાં આવી છે. રાજકોટ, અમદાવાદ અને ભાવનગર ડિવિઝનમાં પણ આવા કર્મચારીઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે. તમામ લાભાર્થી કર્મચારીઓને આગામી ૧૫ ડિસેમ્બર સુધીમાં પોતાના દ્ગહ્લજીછ હેઠળના લાભો સ્વેચ્છાએ સરેન્ડર કરવા આદેશ અપાયો છે. જા નિયત સમયમર્યાદામાં લાભ પરત નહીં કરાય તો તેમની સામે કડક ખાતાકીય અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.