
રાજકોટ શહેરના ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં ખાખી વર્દીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જ્યાં રક્ષક જ ભક્ષક બન્યો છે. કેમ્પમાં ફરજ બજાવતા એએસઆઇ નરેન્દ્રસિંહ જાડેજા સામે પોલીસ પરિવારની જ બે બાળકીઓ સાથે શારીરિક અડપલાં કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
આરોપી એક વર્ષ પહેલાં કેમ્પના ક્લોથિંગ વિભાગમાં કામ કરતો હતો અને તેના ઘરે ટ્યુશન ક્લાસ ચાલતા હતા. તે સમયે અભ્યાસ માટે આવતી બાળકીઓને લાલચ આપી તે મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી છેડતી કરતો હતો. તાજેતરમાં એક બાળકી દાદા સાથે કેમ્પમાં નીકળી ત્યારે આરોપીને જાઈ ગભરાઈ જતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
આ ઘટના સામે આવતા અન્ય એક બાળકીએ પણ હિંમત દાખવી પોતાની સાથે થયેલી કરતૂત જણાવી હતી. યુનિવર્સિટી પોલીસે આ મામલે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ બે અલગ-અલગ ગુના નોંધી આરોપી એએસઆઇની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.