ગુજરાતમાં ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે

ગુજરાતમાં ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ શહેરમાં આજે મહત્તમ તાપમાન ફરી એક વખત ૩૭ ડિગ્રી રહેવાની સંભાવના છે. આકાશ સામાન્ય રીતે ચોખ્ખું રહેશે અને આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. જાકે, ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે.

આજે સવારે શહેરનું લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રી સેÂલ્સયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં ૧.૨ ડિગ્રી જેટલું વધુ છે.રાજ્યમાં ગરમીનો પ્રકોપ કેટલો છે તેનો અંદાજ હવામાન વિભાગના આંકડા પરથી લગાવી શકાય છે. રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૯.૬ ડિગ્રી, ભુજમાં ૩૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડિગ્રી, અમદાવાદમાં ૩૭.૧ ડિગ્રી અને સુરતમાં ૩૭.૨ ડિગ્રી નોંધાયું હતું. આ આંકડા મુજબ રાજકોટ રાજ્યનાં સૌથી ગરમ શહેરોમાં મોખરે રહ્યું હતું.

બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની ચક્રવાતી તોફાનમાં ફેરવાવાની આગાહી છે. આ સિસ્ટમની અસરથી આંધ્રપ્રદેશ, ઓડિશા સહિત પૂર્વ ભારતનાં કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્્યતા છે. જાકે, હાલની આગાહી મુજબ ગુજરાતમાં આ સિસ્ટમની સીધી અસર અંગે કોઈ સ્પષ્ટ સંકેત નથી.