ગોધરાના પોલન બજાર વિસ્તારમાં દુષિત પાણી અને અપુરતા પાણીનુ સંકટ

ગોધરા શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં આવેલા અતિ રોશની અને વેપારથી ધમધમતા પોલન બજાર તથા આસપાસના વિસ્તારોમાં મહિનાઓથી દુષિત પાણી આવવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં પાલિકાની મુખ્ય લાઈનમાંથી પુરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો ન પહોંચતા સ્થાનિક રહિશોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ગોધરાના ભરચક વિસ્તારમાં પાણીની આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. જેના પગલે આખરે ગોધરા નગરપાલિકાનુ તંત્ર હરકતમાં આવ્યુ છે. પાલિકા દ્વારા પોલન બજારના મુખ્ય માર્ગ પર મોટો ખાડો કરીને પાઈપલાઈનના સમારકામ અને લીકેજ શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.