સંજેલી મહિલા સંમેલનમાં નરેન્દ્ર સોનીનું ધારદાર પ્રવચન: ભગવાન બિરસા મુંડાના જીવન કવન અને બલિદાનની ગાથા સાંભળી ઉપસ્થિત મહિલાઓ અને ગ્રામજનો ભાવવિભોર

ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આયોજીત જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ફતેપુરા વિધાનસભા વિસ્તારના સંજેલી ખાતે ભવ્ય મહિલા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે દાહોદ જીલ્લાના પૂર્વ મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીએ ભગવાન બિરસા મુંડાજીના જીવન કવન, સંઘર્ષ અને આદિવાસી સમાજના ઉત્થાન માટે આપેલા અમૂલ્ય યોગદાન વિશે અત્યંત ધારદાર અને ઓજસ્વી પ્રવચન આપ્યું હતું.

વક્તવ્ય દરમિયાન નરેન્દ્રભાઈ સોનીએ જણાવ્યું હતું કે, “ભગવાન બિરસા મુંડાજી માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ સ્વાભિમાન અને સંઘર્ષની જીવંત વિચારધારા છે. અંગ્રેજોના અત્યાચાર સામે જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે નાની વયે તેમણે આપેલું બલિદાન સમગ્ર દેશ માટે અમર પ્રેરણા છે. આજની માતૃશક્તિએ તેમના આદર્શોમાંથી પ્રેરણા લઈને સમાજને શિક્ષિત અને આત્મનિર્ભર બનાવવો જોઈએ. તેમના આ હૃદયસ્પર્શી શબ્દો સાંભળીને સભામંડપમાં ઉપસ્થિત માતાઓ, બહેનો અને ગ્રામજનો ભાવવિભોર થઈ ગયા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ માતૃશક્તિ સાથે સંવાદ સાધી મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લખપતિ દીદી, નમો ડ્રોન દીદી, ઉજ્જ્વલા અને સુક્ધયા સમૃદ્ધિ જેવી યોજનાઓ થકી આજે આદિવાસી મહિલાઓ આર્થિક રીતે સ્વાવલંબી બની રહી છે.

આ સંમેલનમાં પ્રદેશ મંત્રી શંકરભાઈ, આદિજાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી શીતલબેન વાઘેલા, એસ.સી. મોરચા પ્રદેશ મંત્રી ભરતભાઈ માળી, દાહોદ જીલ્લાના પૂર્વ મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, જીલ્લા મહિલા મોરચા પ્રમુખ ‚ચિતાબેન રાજ, મંડળ પ્રમુખ ટિકુભાઈ, ફતેપુરા, સંજેલી અને સુખસર તાલુકાના મામલતદારઓ, વિવિધ વિભાગોના વહીવટી અધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સહિત વિશાળ સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.