વર્ષ ૨૦૨૬ના અંતિમ મહિનાઓમાં છોટાઉદેપુર જીલ્લાના ૨૩૨ ગ્રામ પંચાયતોના સરપંચો અને સભ્યોની મુદત પૂરી થવાની સંભાવના છે. આ કારણે જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને લઈ રાજકારણમાં ગતિ આવી છે.
જીલ્લામાં કુલ ૩૫૪ ગ્રામ પંચાયતો છે. અગાઉ ૨૦૨૫માં ૧૨૪ ગ્રામ પંચાયતોની નિયમિત ચૂંટણી થઈ હતી. લગભગ ૬૦ પંચાયતોની પેટાચૂંટણી પણ યોજાઈ હતી. હવે બાકી રહેલી ૨૩૨ ગ્રામ પંચાયતો માટે ચૂંટણીનું જાહેરનામું ક્યારે બહાર પડશે તેની રાહ જોવાઈ રહી છે.
ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા સરપંચ પદના રોટેશન અને અનામત બેઠકોની ફાળવણીને લઈને છે. કઈ પંચાયત કઈ કેટેગરી માટે અનામત રહેશે તેની સત્તાવાર જાહેરાત થયા પછી જ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
પાણી, રસ્તા, સફાઈ, શિક્ષણ સહિતના સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી પ્રક્રિયા અંગે ગામલોકોની નજર છે. જાહેર સ્થળો, ચાની દુકાનો, હોટલોમાં રોટેશન અંગે ચર્ચા વધી છે. કેટલાક સંભવિત ઉમેદવારોએ પ્રાથમિક તૈયારી શ કરી હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.