બોડેલી નગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર સુવિધા અને રાત્રિના સમયે પ્રકાશની વ્યવસ્થા ઊભી કરવાના હેતુથી લગાવાયેલા સ્ટ્રીટ લાઈટના થાંભલાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અંદાજીત રૂ. ૪૫,૦૦૦ની કિંમતનો એક લાઈટનો થાંભલો ૪૫ દિવસ પણ ટકી શક્યો ન હોવાની ઘટના સામે આવતાં નગરજનોમાં ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે.
નગરપાલિકા દ્વારા જાહેર નાણાં માંથી કરવામાં આવતી વિકાસની કામગીરી કેટલી ગુણવત્તાયુક્ત છે, તેની સામે આ ઘટનાએ સવાલો ઊભા કર્યા છે. જો અંદાજીત . ૪૫ હજારનો ખર્ચ કરીને લગાવાયેલા થાંભલો આટલા ટૂંકા સમયમાં જ ખરાબ હાલતમાં પહોંચે કે પડી જાય, તો તેની સ્થાપના દરમિયાન ગુણવત્તા અને સુરક્ષાના માપદંડોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેની તપાસ થવી જરી છે.
હવે સવાલ એ છે કે આ કામગીરી કોણે કરી? થાંભલો લગાવનાર કોન્ટ્રાક્ટર કોણ છે? કામની ગુણવત્તાની તપાસ કોણે કરી હતી? અને આટલા ટૂંકા સમયમાં થાંભલાની આવી હાલત થવા પાછળ જવાબદાર કોણ? બોડેલી પાલિકાના જવાબદાર અધિકારીઓ આ મામલે સ્થળ તપાસ કરાવીને કામગીરીની ગુણવત્તા અંગે સ્પષ્ટતા કરે અને જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી રહી છે.
જનતાના ટેક્સના પૈસાથી થતી કામગીરીમાં ગુણવત્તા અને જવાબદારી બંને જરી છે. વિકાસ માત્ર થાંભલા ઊભા કરવાથી નહીં, પરંતુ તે લાંબા સમય સુધી ટકી રહે તેવી ગુણવત્તાયુક્ત કામગીરીથી સાબિત થાય છે.