
ભારત માતાને વંદન કરી મુખ્યમંત્રીએ પૂરો કર્યો ત્રણ દિવસનો દાહોદ પ્રવાસ.
છાબ તળાવે નગરજનો વચ્ચે પહોંચ્યા મુખ્યમંત્રી.
દાહોદ જીલ્લાના ત્રિદિવસીય પ્રવાસના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ શહેરના સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે છાબ તળાવ ખાતે સ્થાપિત ભારત માતાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી અને ભારત માતાને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ છાબ તળાવ ખાતે ઉપસ્થિત નગરજનો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો. તેમણે નગરજનોની લાગણીઓ અને મંતવ્યો જાણ્યા હતા તેમજ તેમની સાથે હળવાશભર્યો સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે નગરજનોમાં પણ મુખ્યમંત્રીના આગમનને લઈને ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.