સંખેડા તાલુકાની વિવિધ માઇનોર નહેરોમાં સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
ખેડૂતોએ હરિપુરા, ફતેપુર-નાગરવાડા, સાપરિયા, નંદપુર-સાપરિયા, કાશીપુરા-સજાનપુરા, પરવેટા, કાવીઠા-કંડેવાર અને ભીમપુરા સહિતની માઇનોર નહેરોમાં પાણી ન આવતું હોવાની રજૂઆત કરી હતી.
તેમણે સ્થળ તપાસ કરાવી નહેરોમાં પૂરતું અને નિયમિત પાણી છોડવાની માંગ કરી છે. ૧૦ દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.