ગોધરા ભુરાવાવ વિસ્તારમાં પડી ગયેલ ૪૦ વર્ષીય અજાણ્યા વ્યકિતનું સારવાર દરમિયાન મોત

ગોધરા શહેર ભુરાવાવ સતલુજ હોટલ પાસે અજાણ્યા ૪૦ વર્ષીય વ્યકિત પડી ગયેલ હોય પ્રાથમિક સારવાર માટે સિવિલ અને વધુ સારવાર માટે વડોદરા ખસેડતા મોત નિપજાવા પામ્યું હતું.

ગોધરા શહેરના ભુરાવાવ સતલુજ હોટલ પાસે તા.૧૦ નવેમ્બરના રોજ ૪૦ વર્ષીય અજાણ્યો વ્યકિત રોડ ઉપર પડી જતાં સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.