ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ઝાલોદ રોડ બાયપાસ ચોકીથી મેન બજાર થઈ આઈ.કે.દેસાઈ સ્કુલ સુધીનો ૮ કરોડ િ૫યાના ખર્ચે નવીન સીસી રોડ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યો છે. નવીન રોડ મંજુર થતાં કોન્ટ્રાકટર દ્વારા કેટલાક હિસ્સામાં રસ્તાની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. દરમિયાન ઝાલોદ રોડ બાયપાસ ચોકડીથી ફતેપુરા મોટા કદની સહકારી મંડળી સુધીના રસ્તાના ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે દિવાળીનો તહેવાર આવતા મજુર વર્ગ રજા પર ઉતરી જતા કામગીરી બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ આજદિન સુધી ઝાલોદ રોડ પર તુટેલા રસ્તાઓનુ પેચિંગ વર્ક, બાકીનો રસ્તો તોડવાની કામગીરી કે નવીન સીસી રોડ બનાવવાની કામગીરી ફરી શ કરવામાં આવી નથી. કામગીરી અટકી પડતા સ્થાનિક રહિશો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વધુમાં રસ્તાના ખોદકામ દરમિયાન પીવાના પાણીના નળ કનેકશન પણ તુટી જતાં ઝાલોદ રોડ વિસ્તારના લોકોને નિયમિત પાણી પણ મળી રહ્યુ નથી. એક તરફ રસ્તાની કામગીરી અધુરી, બીજી તરફ પાણીની અછત અને વધતી જતી ટ્રાફિકને સમસ્યાને કારણે રહિશો હેરાન પરેશાન બન્યા છે. જવાબદાર તંત્ર દ્વારા આ સમસ્યાઓનુ વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.