બોડેલી રેલ્વે સ્ટેશન પાસે ૧૦૦ વર્ષ જુની લાયબ્રેરીની ઈમારત જર્જરિત

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી રેલ્વે સ્ટેશન પાસે આવેલી શ્રી શેઠ પેસ્તનજી રતનજી કોન્ટ્રાકટર સાર્વજનિક પુસ્તકાલયની ઈમારત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આશરે ૧૦૦ વર્ષ જુની ઈમારતના પોપડા ખરી રહ્યા છે. ઈમારત ઉપર આવેલો વર્ષો જુનો ટાવર પણ જર્જરિત બન્યો છે. ટાવરની દિવાલોમાં મોટી તિરાડો પડી જતા ગમે ત્યારે દુર્ધટના સર્જાવવાની ભિતી સેવાઈ રહી છે.

આ ઈમારત રેલ્વે સ્ટેશનની નજીક આવેલી હોવાથી અહિંથી રોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવર જવર રહે છે. ઈમારતની બાજુમાં રેલ્વે વિભાગનુ પાર્કિંગ આવેલુ છે. આવી સ્થિતિમાં જો ઈમારત કે ટાવરનો કોઈ ભાગ તુટી પડે તો મુસાફરો, વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોના જીવનુ જોખમ ઉભું થઈ શકે છે. સ્થાનિક સ્તરે સવાલો ઉઠી રહ્યા છે કે, નગરપાલિકાની હદમાં અને રેલ્વે સ્ટેશનથી નજીક આવેલી આટલી મોટી જુની તથા જર્જરિત ઈમારત હોવા છતાં પાલિકા અત્યાર સુધી કોઈ સર્વે કર્યો છે કેમ…? તેમજ ઈમારતના માલિક અથવા ટ્રસ્ટને કોઈ નોટિસ આપી છે કેમ…?તે અંગે પણ સ્પષ્ટતા થવી જ‚રી છે. આ ઈમારત પુસ્તકાલયના નામે બનેલી હોવાથી તેની ઐતિહાસિક ઓળખ અને વારસો જળવાઈ રહે તે પણ એટલુ જ જ‚રી છે. માત્ર ઈમારત ઉતારી લેવાને બદલે તેની હાલતનુ નિષ્ણાંતો પાસે ટેક્નિકલ નિરીક્ષણ કરાવી જ‚રી રિપેરીંગ અને મજબુતીકરણ માટે યોગ્ય ગ્રાન્ટ ફાળવે તેવી માંગ ઉઠી છે.