ગોધરા બામરોલી રોડ પર લાયસન્સ વગર ધમધમતા દર્શન કાફે બંધ કરાવાયુ

ગોધરાના બામરોલી રોડ પર લાયસન્સ વગર ધમધમતું દર્શન કાફે ફુડ વિભાગે ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યુ હતુ. તપાસ દરમિયાન જ‚રી દસ્તાવેજોનો અભાવ સામે આવતા કાફે બંધ કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગોધરા શહેરમાં ફુડ વિભાગ દ્વારા ખાદ્ય સુરક્ષાને લઈને હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના બામરોલી રોડ પર લાયસન્સ વગર ધમધમતુ એક દર્શન કાફે ફ્રુડ વિભાગની ટીમના ધ્યાન પર આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કાફે સંચાલકો પાસે ખાદ્ય વ્યવસાય ચલાવવા માટે જ‚રી લાયસન્સ દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનુ સામે આવ્યુ હતુ. જેને પગલે ફુડ વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા કાફે બંધ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. દિવાળીનો તહેવાર પુર્ણ થયા બાદ ફુડ વિભાગ દ્વારા શહેરના કાફે અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. ત્યારે લાયસન્સ વગર કાફે ધમધમતુ હોવાની બાબત સામે આવતા અન્ય ખાદ્ય વ્યવસાયકારોમાં ફફડાટ ફેલાયો છે.