મહિસાગરના વિરપુરમાં મુકેશ્ર્વર મંદિરથી નાથાકાકાની મીલ સુધી માતબર ખર્ચે થોડા સમય પહેલા જ તૈયાર કરાયેલા આરસીસી રોડની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
એક તરફ ધીમી ગતિએ કામ પુર્ણ થયાની ફરિયાદો છે. તો બીજી તરફ રસ્તાની વચ્ચે આવેલા ગટરના ઢાંકણાનુ યોગ્ય ફિટીંગ ન થતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનુ જોખમ સર્જાયુ છે. જેમાં રાવળ ફળિયાના વળાંક નજીક રોડની બરાબર વચ્ચે આવેલા ગટરના ઢાંકણાની એક બાજુ મોટો ખાડો પડી ગયો છે. અને અંદરના લોખંડના સળિયા પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે ટુ-વ્હિલર ચાલકો માટે આ સ્થળ અત્યંત જોખમી બન્યો છે. જયાં પૈડુ ફસાવવા કે સંતુલન ગુમાવાની ગંભીર દુર્ધટના સજાર્ર્વવાની ભિતી સેવાઈ રહી છે. રોડની સાઈડમાં માટીનુ પુરાણ હજુ બાકી છે અને માટીના ઢગલા પણ હટાવાયા નથી. લાખોના ખર્ચે થયેલી કામગીરીમાં ગટરનુ ઢાંકણુ યોગ્ય રીતે ફિટ કરવાની જવાબદારી કોની અને સ્થળ પર ગુણવત્તા ચકાસણી થઈ છે કે કેમ તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકોએ આ બાબતે તાત્કાલિક ઢાંકણું ફિટ કરી ખાડો પુરવા અને સળિયા દુર કરવા સાથે બાકી રહેલ કામગીરી પુર્ણ કરવા માંગ કરી છે.