દાહોદને હરિયાળુ અને સુંદર બનાવા માટે છેલ બે મહિનામાં પ્રકૃતિ મિત્ર મંડળ, સ્માર્ટ સિટી દાહોદ નગરપાલિકા અને વન વિભાગના સહયોગથી આ વિસ્તારમાં ૨૦૦ ટ્રીગાર્ડ પણ લગાવાયા છે. પરંતુ હવે છોડના જતન અને જાળવણી સામે ગંભીર પ્રશ્ર્નો ઉભા થયા છે.
ગોધરા રોડ, ચાકલીયા રોડ, ગોવિંદનગર અને અનાજ માર્કેટ રોડ પર વાવેલા સ્થાનિક વૃક્ષોના રક્ષણ માટે લગાવેલા ટ્રી ગાર્ડમાં કેટલાક લોકો કચરો, પાનની પિચકારી અને એંઠવાડ નાંખીને નુકસાન પહોંચાડતા હોવાનુ સામે આવ્યુ છે. વૃક્ષોના ઉછેર માટે માત્ર વાવેતર પુરતુ નથી. પરંતુ નિયમિત કાળજી અને સ્વચ્છતાં પણ એટલી જ જરી છે. જો ટ્રી ગાર્ડમાં કચરો અને એંઠવાડ જમાં થતો રહેશે તથા સમયાંતરે છોડને પાણી નહિ મળે તો છોડ સુકાઈ જવાની કે નષ્ટ થવાની શકયતાઓ સેવાઈ રહી છે. કેટલાક સ્થળોએ જોવા મળતી આ ઉદાસીનતા સ્માર્ટ સિટી અને હરિયાળા દાહોદના લક્ષ્ય માટે મોટો અવરોધ બની રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા નગરજનોને ટ્રી ગાર્ડમાં કચરો, પાનની પિચકારી કે એંઠવાડ નાંખીને નુકસાન ન પહોંચાડવા તેમજ કચરો હોય તો સાફ કરીને સમયાંતરે છોડને પાણી આપીને તેમાં ઉછેર કરવાની અપીલ કરાઈ છે.